September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના કીકરલા ગામે નાની કોળીવાડ ખાતે રહેતા અશોક પરાગભાઈ કો. પટેલે વર્ષ 2018માં વાપીથી લોન કરી એક છોટાહાથી ટેમ્‍પો ભાડે ફેરવવા વેચાણથી લીધો હતો. તેઓએ ગત તા.11-10-2023 ના રોજ પોતાનો છોટા હાથી ટેમ્‍પો નં.જીજે-15- એટી-5061 લઈ ઉમરસાડી એક દેસાઈની વાડીમાં મજૂરો લઈ ચીકુ તોડવા ગયા હતા. જે ચીકુનો જથ્‍થો સરોધી ખાતે ખાલી કર્યા બાદ સાંજે ઘરે આવ્‍યા બાદ છોટા હાથી ટેમ્‍પોને તેમણે પોતાના ઘર આંગણામાં લોક કરી પાર્ક કર્યો હતો. આ દરમિયાન રાત્રીના કોઈ ચોર ઈસમ આ ટેમ્‍પાનું લોક તોડી અથવા ડુપ્‍લીકેટ ચાવી વડે ખોલી ટેમ્‍પાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સવારે ઉઠી અશોકભાઈએ જોતા આંગણામાં પાર્ક કરેલો ટેમ્‍પો ગાયબ હતો. જેથી આજુબાજુ શોધખોળ બાદ પારડી પોલીસ મથકે અજાણ્‍યા ચોર વિરુદ્ધ ટેમ્‍પો ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે આધારે પારડી પોલીસે કીકરલા ગામમાં અવર જવર કરતા માર્ગ પર લાગેલા સીસીટીવી શોધી ચોરનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

Related posts

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ-3232એફ2-ની રીજીયન-4માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબનો મેમ્‍બરશીપ વર્કશોપ યોજાયો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment