Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘વિશ્વ વસતી દિવસ’ નિમિત્તે યોજાયેલ ચિત્રકામ સ્‍પર્ધામાં આલોક પબ્‍લિક સ્‍કૂલ વિજેતા બની

  • પ્રથમ ક્રમે વૈભવ શર્મા, દ્વિતીય કોયલ અચરગી અને તૃતીય સ્‍થાને પતિભા પટેલે મેળવેલું સ્‍થાન

  • ત્રણેય વિજેતાઓને રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર કિરણ પરમાર દ્વારા સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.12

‘વિશ્વ વસતિ દિવસ’ નિમિત્તે દાનહ સ્‍કાઉટ ગાઈડ દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખના માર્ગદર્શન અને નાયબ વન સંરક્ષક અધિકારી શ્રી રાજથીલક એસ.ના દિશા-નિર્દેશ હેઠળ ગત રોજ યોજાયેલ ચિત્રકામ સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને આજે સવારે 11 કલાકે ત્રણ વિજેતાઓને વન વિભાગની કચેરીમાં સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેની થીમ વસ્‍તી નિયંત્રણ હતી. આ ચિત્રકામ સ્‍પર્ધામાં ત્રણ શાળાઓ જેમાં સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલ, કેન્‍દ્રીય વિદ્યાલય અને આલોક પબ્‍લિક સ્‍કૂલના કુલ 39 સ્‍પર્ધકોએ ભારે વરસાદ છતાં ભાગ લીધો હતો.

‘વિશ્વ વસતિ દિવસ’ નિમિત્તે યોજાયેલ આજે ચિત્રકામ સ્‍પર્ધામાં આજે આલોક પબ્‍લિક સ્‍કૂલના ત્રણેય વિજેતા રહ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે વૈભવ શર્મા, દ્વિતીય ક્રમે કોયલ અચરગી અને તૃતીય ક્રમ પતીભા પટેલે હાંસલ કર્યો હતો. સ્‍પર્ધાના ત્રણેય વિજેતાઓને રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર કિરણ પરમાર દ્વારા મેડલ, કેપ,વિનર ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને વિશેષ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર કિરણ પરમારે જણાવ્‍યું હતું કે તમામ બાળકોએ તેમની લાગણીઓને સારી રીતે દર્શાવી હતી અને તેને કાગળ પર ચિત્રિત કરી હતી, આ સ્‍પર્ધા દ્વારા એ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો કે આપણે અત્‍યારથી જ જાગૃત રહીને ભવિષ્‍યમાં વસતીને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ જેથી પૃથ્‍વીની વસ્‍તીને વિસ્‍ફોટથી બચાવી શકાય. આ સફળ ઇવેન્‍ટ માટે દાનહ સ્‍કાઉટ ગાઇડ ફેલોશિપ સભ્‍ય સ્‍વરૂપા શાહ, રેન્‍જર લીડર સોનિયા સિંઘ અને કુસુમ પ્રસાદ હાજર રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

દમણ જિ.પં.ના તત્‍કાલિન પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલ વચ્‍ચે પૈસાની લેનદેણ કરનાર ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરીની ધરપકડ

vartmanpravah

વાપીના શશાંક જૈને 6-અંકના વર્ગમૂળમાં વર્લ્‍ડ રેકોર્ડ બનાવી ભારતનું નામ રોશન કર્યું

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત મોપેડ સવારને પોલીસ વેનમાં હોસ્‍પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment