Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી તાલુકાના ટુકવાડા-મોરાઈ ગામના મધ્‍યેથી પસાર થતી કોલક નદીમાં વાપી કબ્રસ્‍તાન રોડ ખાતે રહેતા છ જેટલા બાળકો સાયકલ લઈ ન્‍હાવા માટે કોલક નદીના ડેમ પાસે આવ્‍યા હતા.
આ છ પૈકી પાંચ બાળકો ન્‍હાવા માટે નદીમાં ઉતર્યા હતા પરંતુ તરતા આવડતુ ન હોય પાંચ પૈકી બે કિનારે આવી જતા બચી જવા પામ્‍યા હતા જ્‍યારે અન્‍ય ત્રણ બાળકો ડૂબવા લાગ્‍યા હતા.
આ દરમ્‍યાન પિચિંગ પાસેથી પસાર થતા બચુભાઈ નામનાવ્‍યક્‍તિએ બચાવો બચાવોની બૂમો સાંભળતા પીચિંગ પાસે ડુબી રહેલ એક બાળકને સમય સૂચકતા વાપરી બાજુમાં પડેલ રસ્‍સીનો ટુકડો પાણીમાં નાખી હાથ પકડી એક બાળકને બહાર ખેચી લઈ જીવ બચાવ્‍યો હતો. ત્‍યારબાદ બચુભાઈએ તો ટુકવાડા ખાતે રહેતા શૈલેષભાઈને ફોન દ્વારા ઘટનાની જાણ કરતા અને બે છોકરાઓ પૈકી એક છોકરો પીલર પકડીને બ્રિજની નીચે ઉભો રહ્યો હોય તાત્‍કાલિક દોરડું લઈને આવી જવાનું કહેતા શૈલેષભાઈ પોતાના છોકરા સમર્થ સાથે તાત્‍કાલિક સ્‍થળ પર આવી પહોંચ્‍યા હતા અને સમર્થ એ બ્રિજ પરથી દોરડું નાખી પીલર પકડીને ઊભા રહેલ બાળકને સપોર્ટ આપ્‍યો હતો. ત્‍યારબાદ ટુકવાડાના તરવૈયા એવા અલ્‍કેશભાઈ અને વિજયભાઈએ આ બીજા બાળકને પણ રેસકયૂ કરી બચાવી લીધો હતો. આમ ન્‍હાવા ઉતરેલા પાંચ પૈકી ચાર બાળકોને બચાવી લેવાયા છે, જ્‍યારે એક લાપતા બન્‍યો હતો. એમને શોધવા માટે પારડી ચંદ્રપુર ખાતેની ચંદ્રપુર લાઈફ સેવર ટ્રસ્‍ટના યુવાનો આજરોજ સવારે જઈ શોધખોળ આદરતા મૃત હાલતમાં એક બાળક મળી આવતા સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઘટનાની જાણ થતા પારડી પોલીસના પી.એસ.આઈ. વસાવા પણ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગયા હતા.

Related posts

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ફડવેલમાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તા અંગે ટીપીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસ

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ રહી ગયા દંગ

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રીએ અગ્રણી વિજ્ઞાન સંસ્થાઓ સાથેની વાતચીત અંગે ટ્વીટ્સ કર્યા

vartmanpravah

Leave a Comment