October 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
દાદરા નગર હવેલીના ખરડપાડા ગામે ખરડપાડા ક્રિકેટ કમિટી દ્વારા ચાર દિવસીય ક્રિકેટ પ્રીમિયર લીગ-3નું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા આઠ ટીમોએ ભાગ લીધો હતો.
ફાઇનલ મેચ ખરડપાડા સ્‍કોચર્સ અને ખરડપાડા નાઈટ ટીમ વચ્‍ચે રમાઈ હતી. જેમા ખરડપાડા સ્‍કોચર્સ ટીમ વિજેતા બની હતી. જેના ઓનર વિનયભાઈ ભંડારી હતા.
આ અવસરે શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરના હસ્‍તે વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઈનામ તરીકે35001 રૂપિયા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને 20001 રૂપિયા રોકડ ઇનામ આપવામા આવ્‍યુ હતું. આ ટૂર્નામેન્‍ટને સફળ બનાવવા માટે ખરડપાડા ક્રિકેટ કમિટીના સભ્‍યોનો મુખ્‍ય ફાળો રહ્યો હતો ટૂર્નામેન્‍ટને જોવા મોટી સંખ્‍યામાં ક્રિકેટ રસિયાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

દાનહમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા સ્‍તરના પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો : પોક્‍સો એક્‍ટ, ર01ર અને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટ, 2015 હેઠળના કાયદાઓ પર તાલીમનું આયોજન કરાયું

vartmanpravah

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

વાપી વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધી ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment