Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પોલીસની દેવદૂતની ભૂમિકાઃ સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું

શહેરમાં હજુ પણ અનેક વિસ્‍તારોમાં કેડ સમા પાણી ભરાયેલા છે : લોકોની ઘરવખરી સરસામાન પાણીમાં તાણી ચૂકી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લામાં મેઘ તાંડવ સર્જાયેલું છે. સમગ્ર જિલ્લાની તમામ નદીઓ ઓવરફલો થઈ જતા પૂરની સ્‍થિતિ ઉભી થઈ છે. તેમાં જિલ્લાના અન્‍ય શહેરો કરતા વલસાડ શહેર પૂરની ભિષણ સ્‍થિતિમાં મુકાઈ ચૂક્‍યું છે. ઔરંગા નદીના પાણી શહેરના નિચાણવાળા વિસ્‍તારોમાં ફરી વળ્‍યા હતા. તેથી હજારો લોકો પૂરમાં અસરગ્રસ્‍ત બની ચૂક્‍યા છે ત્‍યારે પ્રશાસન અને સામાજીક સંસ્‍થાઓએ ચો-ફેર રાહત કામગીરી માનવતાના ધોરણે ઉપાડી લીધી છે. આ કામગીરીમાં વલસાડ શહેર પોલીસ જવાનો પણ દેવદૂત બનીમોગરાવાડી જેવા પૂરગ્રસ્‍ત વિસ્‍તારમાં સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું હતું.
વલસાડ જિલ્લામાં વર્તમાન અતિવૃષ્‍ટિની સૌથી કારમી કયામત આફત વલસાડ શહેર પર તૂટી પડી છે. શહેરનું જનજીવન છીન્ન ભિન્ન થઈ ચૂક્‍યું છે. શહેરના કાશ્‍મિરનગર, તરીયાવાડ, મોગરાવાડી જેવા વિસ્‍તારોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના જીવ પડીકે બંધાઈ ચૂક્‍યા હતા. અનેક ઘર-કુટુંબ પરિવાર પૂરની સ્‍થિતિ વચ્‍ચે ફસાઈ ચૂકેલા છે ત્‍યારે પોલીસ અને સામાજીક સંસ્‍થાના કાર્યકરો ફૂડ પેકેટ વિતરણ સહિત પૂરમાં ફસાયેલાઓનું સલામત સ્‍થળે સ્‍થળાંતર નિરંતર કરાવી રહ્યા છે. વલસાડ શહેરને વરસાદે કમ્‍મર તોડી દીધી છે. તબાહીનો મંજર શહેરના ખુણે ખુણે વેરાયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

vartmanpravah

26 જુલાઈએ વિશ્વના 75 લાખ લોકો ઈન્‍ડિયન નેશનલ એન્‍થમ ડ્રાઈવમાં જોડાશે

vartmanpravah

સેલવાસના યુવાને બીલ્‍ડિંગના ટેરેસ ઉપર જઈ ઝેરી દવા ગટગટાવી કરેલીઆત્‍મહત્‍યા

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

‘તોક્‍તે’ વાવાઝોડા બાદ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા વર્મી કમ્‍પોસ્‍ટ પ્‍લાન્‍ટનું આજે એક વર્ષ પૂર્ણ

vartmanpravah

Leave a Comment