December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍વયંસેવક દિવસ નિમિત્ત ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍વિમિંગની તાલિમ પૂર્ણ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય હેઠળ, દાનહ રમતગમત વિભાગના સહયોગથી સ્‍વયંસેવક દિવસ પર ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા એક દિવસીય સ્‍વિમિંગની તાલીમનું રમતગમત સચિવ શ્રી અરુણ ગુપ્તા, શ્રી સંતોષ કાપરી અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસ ખાતે સ્‍પોર્ટ્‌સ કો-ઓર્ડિનેટર ઓફિસર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્‍જર લીડર સોનિયા સિંઘ સ્‍કાઉટ ગાઈડ, રોવર સ્‍કાઉટ લીડર શ્રી મનીષ ઝા, ફેલોશિપ એક્‍ટિવ મેમ્‍બર્સ સ્‍વરૂપા શાહ, શ્રી રાહુલ શાહ, રોવર પ્રભાત મિશ્રા દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં મુખ્‍યત્‍વે સોનિયા સિંઘ અને સ્‍વરૂપા શાહે સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સના સ્‍વિમિંગ પુલમાં તમામ સ્‍કાઉટગાઈડ્‍સને પાણીની નીચે તરતા અને ઊંડા શ્વાસ લેવાનું શીખવ્‍યું હતું જેથી દરેકમાં સહનશક્‍તિનો અનુભવ થઈ શકે, ત્‍યારબાદ ડીપ બ્રેથ હોલ્‍ડિંગ કોમ્‍પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગાઈડમાં લક્ષ્મી મિશ્રાએ પ્રથમ સ્‍થાન, અંજલિ સિંઘને દ્વિતીય અને સંયોગિતા સિંઘે તૃતીય સ્‍થાન મેળવ્‍યું હતું, જ્‍યારે તનય સેઠે સ્‍વિમિંગમાં પ્રથમ સ્‍થાન અને આર્યન ગોગરે સ્‍કાઉટ કેટેગરીમાં દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું હતું.
જેમાં મુખ્‍યત્‍વે શ્રી મહેશ પટેલ અને શ્રી ગજરાજની ઉપસ્‍થિતિમાં તમામ સ્‍વિમિંગ ઈન્‍સ્‍ટ્રક્‍ટરને ભેટ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા અને સોનિયા સિંઘે જણાવ્‍યું હતું કે આજના સમયમાં દરેક વ્‍યક્‍તિ માટે સ્‍વિમિંગની તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે, જેથી પોતાની સાથે અન્‍ય લોકો પણ સ્‍વિમિંગ કરી શકે. દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડે સોનિયા સિંઘ, સ્‍વરૂપા શાહ, મનીષ ઝા, રાહુલ શાહ અને ટીમનો સહકાર આપવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

vartmanpravah

વલસાડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડામર રોડના પેચવર્કની કામગીરી શરૂ

vartmanpravah

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

Leave a Comment