January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ફાયર સેફટી અને મંજૂરી વિના જાહેર માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના આસપાસના સમરોલી, ખૂંધ, થાલા, મજીગામ સહિતના વિસ્‍તારમાં હાલે દિવાળીના પર્વને લઈને જાહેર માર્ગોની આજુબાજુ ઠેર ઠેર સ્‍ટોલ ઉભા કરી કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના બેરોકટોકફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તાલુકામાં પ્રાંત કચેરી દ્વારા ફટાકડાના વેચાણ માટે પચાસેક જેટલાને મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. પરંતુ આ મંજૂરીની સામે કોઈપણ જાતની મંજૂરી વિના બે ઘણાથી વધારે લોકો બેરોકટોક ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે.
વધુમાં પ્રાંત અધિકારી દ્વારા જેમને મંજૂરી આપવામાં આવી છે તેમાં પણ કેટલાક પાસે ફાયર સેફટીની વ્‍યવસ્‍થા છે અને કેટલા એ ફાયર સેફટીની એનઓસી રજૂ કરી હશે તે પણ મોટા સવાલ છે. આ ઉપરાંત મંજૂરી વિના વેચાણ કરનારાઓમાં તો કોઈ જ સલામતી વ્‍યવસ્‍થા જોવા મળતી નથી. હકીકતમાં ફાયર સેફટીની એનઓસી સાથે અગ્નિશામક સિલિન્‍ડર સહિતની વ્‍યવસ્‍થા ફટાકડાના વેચાણના સ્‍થળે ફરજિયાત વ્‍યવસ્‍થા હોવી જોઈએ પરંતુ મહત્તમ સ્‍ટોલો ફટાકડાના વેચાણની દુકાનોમાં આવી વ્‍યવસ્‍થા નો અભાવ જણાઈ રહ્યો છે. બીજી તરફ તંત્રની ગાંધારાની ભૂમિકા ભજવી મૌન સેવી રહ્યું છે.
ચીખલી – રાનકુવાની આસપાસના વિસ્‍તારમાં હાલે તહેવારના સમયે લોકોની અવર-જવર વધી જતા ઘણી જગ્‍યાએ ભીડ જોવા મળી રહી છે. માર્ગો પર પણ ટ્રાફિક જામના દ્રશ્‍યો અવારનવાર સજાતા હોય છે. આવી સ્‍થિતિમાં ફેર સેફટીની વ્‍યવસ્‍થા વિના આડેધડ રીતે બેરોકટોક ફટાકડાના વેચાણ દરમિયાનકોઈ દુર્ઘટના સર્જાઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? લોકોની સલામતીનું શું? એવા અનેક સવાલો ઊભા થવા પામ્‍યા છે.
રાજ્‍યમાં અવારનવારની દુર્ઘટનાઓ બાદ ચીખલીમાં અધિકારીઓ કોઈ શીખ ન લઈ લોકોની સલામતી માટે બેફિકર હોય તેમ લાગી રહ્યું છે.

પ્રાંત અધિકારીને ફોન ઉપાડવાની ફુરસદ નથી

ચીખલીમાં ફટાકડાના વેચાણ માટેની કેટલાકને પરવાનગી અપાય છે. કેટલાય ફાયર સેફટીની વ્‍યવસ્‍થા કરી છે. ફાયર સેફટીનું એનઓસી લીધું છે તે માટે પ્રાંત અધિકારીનો મીડિયા કર્મી દ્વારા અવાર નવાર સંપર્ક કરવા છતાં તેમણે ફોન રિસીવ ન કરતા હકીકત જાણી શકાય ન હતી.

Related posts

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

vartmanpravah

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

Leave a Comment