(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16
દમણમાં એનિમલ સેવિંગ ગ્રૂપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન 2022 અંતર્ગત, જો કોઈ પક્ષી પતંગથી ઘાયલ થાય અથવા પતંગના દોરામાં ફસાઈ જાય તો આ સંસ્થા તેમને બચાવવા માટે હંમેશા તત્પર રહે છે. મકરસંક્રાંતિનાતહેવાર નિમિત્તે અથવા અન્ય કોઈપણ કારણોસર ઘાયલ પક્ષીના બચાવ કાર્ય કરવામાં આવે છે.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્સિલર શ્રી અસ્પી દમણિયાએ આ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું અને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આવા જ ઉમદા કાર્યને પ્રોત્સાહન આપી સંસ્થાને પક્ષીઓને બચાવવા જણાવ્યું હતું. જો કોઈ પ્રાણી કે પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં દેખાય તો આ સંસ્થાની હેલ્પલાઈન નં. 9979435426 અને 7069198153 ઉપર પણ સંપર્ક કરવા જણાવાયું હતું. નાની દમણ બસ ડેપો સ્થિત સિટી સેન્ટર ખાતે એનિમલ સેવિંગ ગ્રુપનો કેમ્પ યોજાયો હતો.