(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૭: ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી સુધીનો કોઝ-વે ઔરંગા નદીના પૂરથી ધોવાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. પાણી ઓસરતા જ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનવ્યવહારને પૂર્વવ્રત કરવા માટે આ માર્ગોનું ત્વરાથી રીસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે.