April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.18: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના તેનૃત્‍વમાં સંઘપ્રદેશમાં કેટલાય પરિવર્તનકારી સુધારા શરૂ કરાયા છે. જેમણે ‘અમૃત કાળ’માં પ્રવેશ કરતા જ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિકાસનું નેતૃત્‍વ કરવામાં મહત્‍વની ફરજ બજાવી છે.

સ્‍વતંત્રના 75મા વર્ષમાં જ્‍યારે દેશ ‘આઝાદીનો અમૃત મહોત્‍સવ’ ઉજવણી રહ્યો છે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં શિક્ષણના ક્ષેત્રમાં ઉત્‍કૃષ્‍ટતાના શિખરો સર કરી રહ્યો છે. સંઘપ્રદેશ પ્રશાસન દમણમાં રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા-(NIFT) કેમ્‍પસ માટે પૂર્ણ રીતે તૈયાર છે.

આ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રમાં એક સ્‍વર્ણિમ પળ છે. જ્‍યાં પહેલી વખત ફેશન સાથે સંબંધિત ડિઝાઈન, ટેક્‍નોલોજી અને સંચાલનના ઉચ્‍ચત્તમ ધોરણોને શીખવાનો અનુભવ પૂરો પાડવા માટે એક રાષ્‍ટ્રીય સ્‍તરની સંસ્‍થાની સ્‍થાપના કરવામાં આવશે.

આ દિશામાં ભારત સરકારના કાપડ મંત્રાલય, હેઠળ દેશમાં ફેશન શિક્ષણની એક અગ્રણી સંસ્‍થા હોવાના નાતે (નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ફેશન ટેક્‍નોલોજી) એનઆઈએફટી, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરી રહ્યું છે.

પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના નિરંતર નિર્દેશન અને કુશળ નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા વિસ્‍તારથી વિચાર-વિમર્શ અને અવિરત પ્રયાસ બાદ એનઆઈએફટી 05 અન્‍ડર ગ્રેજ્‍યુએટ અને 01 પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ સહિત કુલ 6 અભ્‍યાસક્રમોની સાથે દમણમાં તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરી રહ્યું છે.

અન્‍ડર ગ્રેજ્‍યુએટ અભ્‍યાસક્રમમાં (1) બેચલર ઈન ટેક્‍સટાઈલ ડિઝાઈન (2) બેચલર ઈન નિટવેઅર ડિઝાઈન (3) બેચલર ઈન ફેશન ડિઝાઈન (4) બેચલર ઈન કમ્‍યુનિકેશન અને (5) બેચલર ઈન ફેશન ટેક્‍નોલોજી તથા પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ અભ્‍યાસક્રમોમાં માસ્‍ટર ઈન ફેશન મેનેજમેન્‍ટ. દરેક અભ્‍યાસક્રમમાં દર વર્ષે 44 વિદ્યાર્થીઓના પ્રવેશની ક્ષમતા રહેશે. સંઘપ્રદેશના લોકો માટે વરદાનરૂપ અહીંના ડોમિસાઈલધારોક વિદ્યાર્થીઓ માટે તમામ શૈક્ષણિક અભ્‍યાસક્રમોમાં 20% સીટો અનામત રહેશે.

પ્રારંભમાં 01 અન્‍ડર ગ્રેજ્‍યુએટ (બેચલર ઈન ટેક્‍સટાઈલ ડિઝાઈન) અને 01 પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ (એમએફએમ-માસ્‍ટર ઈન મેનેજમેન્‍ટ) અભ્‍યાસક્રમ ઓગસ્‍ટ 2022થી પ્રારંભ થનાર આગામી સત્રથી શરૂ કરવામાં આવશે અને આ બંને અભ્‍યાસક્રમોમાં 19 જુલાઈ, 2022થી પ્રવેશ શરૂ થશે. સરકારી એન્‍જિનિયરીંગ કોલેજ, વરકુંડમાં નવનિર્મિત અતિઆધુનિક ભવનમાં કામચલાઉ ધોરણે કેમ્‍પસ શરૂ થશે.

આ સંઘપ્રદેશના લોકો માટે ગર્વની વાત છે કેદમણમાં એનઆઈએફટી કેમ્‍પસ ખુલવાથી વિસ્‍તારની સમગ્ર અર્થવ્‍યવસ્‍થા પર એક સહક્રિયાત્‍મક પ્રભાવ પડશે. કારણ કે સંઘપ્રદેશમાં કપડા ઉદ્યોગોની મહત્‍વપૂર્ણ ઉપલબ્‍ધતા છે. એનઆઈએફટી દમણમાં એક વધારાની તાકાત બનશે. કારણ કે એના વિદ્યાર્થીઓ તેમના પોતાની કાર્યક્ષમતા વાળા ઉદ્યોગોના પ્રદર્શનનો લાભ ઉઠાવવા સક્ષમ બનશે. સંઘપ્રદેશમાં ઉદ્યોગોથી વિદ્યાર્થીઓને વાસ્‍તવિક વર્ક સ્‍ટેશન, પ્‍લાન્‍ટ, મશીન, સિસ્‍ટમ, એસેમ્‍બલી લાઈન જોવા અને અનુભવ કરવા તથા ઉચ્‍ચ શિક્ષણ અને અનુભવ કર્મચારીઓની સાથે વાતચીત કરવાનો અવસર મળશે. જે તેઓની રોજગાર ક્ષમતાને વધારવા અન જરૂરી અતિ આધુનિક કૌશલ્‍ય નિર્માણમાં એક સ્‍વર્ણિમ ભવિષ્‍યનો માર્ગ વિસ્‍તારશે.

પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું સપનુ છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય, ટેક્‍નોલોજી, ફેશન, માહિતી ટેક્‍નોલોજી અને કાનૂની શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વસ્‍તરનું શિક્ષણ આપનારૂં મુખ્‍ય શિક્ષણ કેન્‍દ્રના રૂપમાં ઉભરવું જોઈએ. આવનારા સમયમાં સંઘપ્રદેશ વધુ એવી સંસ્‍થાઓ ખોલશે, કારણ કે પ્રશાસન અન્‍ય મુખ્‍ય સંસ્‍થાઓની સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પોતાના કેમ્‍પસ ખોલવા માટે વાતચીત કરી રહ્યું છે.

Related posts

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

દાનહની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાણે યુવા મતદાતાઓ સાથે કરેલો સંવાદ: આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને કરેલા પ્રોત્‍સાહિત

vartmanpravah

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

Leave a Comment