October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

વાપી-નાસીક સ્‍ટેટ હાઈવેની કક્ષાના આ રોડ ઉપર દર બે-ત્રણ ફૂટે ખાડા જ ખાડા વાહન ચાલકોની રોડ અગ્નિ પરિક્ષા લઈ રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી મોટાપોંઢા નાસિક રોડ વાપી માટે અત્‍યંત ઉપયોગી હાર્ટલાઈન શમો આ રોડ છે. પરંતુ આ રોડને છેલ્લા બે-ત્રણ વર્ષથી જાહેર બાંધકામ વિભાગનું ગ્રહણ લાગી ચૂક્‍યું છે. પ્રત્‍યેક ચોમાસામાં વાપીથી મોટાપોંઢા 10 કી.મી.નો રોડ વરસાદમાં તૂટી ખાડે ખાડામાં પરિવર્તિત થતો આવ્‍યો છે. તેમાં ગયા સપ્તાહની અતિવૃષ્‍ટિમાં રોડે જવાબ આપી દીધો. દર બે-ત્રણ ફૂટે મસમોટા ખાડા એકબીજાની હરિફાઈ કરી રહ્યા છે તેનો સીધો ભોગ જાહેર જનતા અનેવાહન ચાલકો બની ચુક્‍યા છે. ચન્‍દ્રની સપાટી કરતા પણ બદ્દતર હાલત.
વાપી નાસિક સ્‍ટેટ હાઈવેની કેટેગરીમાં આવતા રોડને સ્‍ટેટ હાઈવે કદાપિ ના કહી શકાય તેવી સ્‍થિતિ રોડની બની ચૂકી છે. રોડથી સૌથી વધુ પરેશાન અને હાલાકી ચણોદથી કરવડ વચ્‍ચે ડુંગરી ફળીયાના સ્‍થાનિક રહીશો વાહન ચાલકો બની રહ્યા છે. ખાડાઓ વચ્‍ચે લોકો રોડ શોધી રહ્યા છે. લોકોની આ અવદશા માટે પી.ડબલ્‍યુ.ડી. સીધી જવાબદાર છે જ. કારણ છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ તમામ ચોમાસામાં જવાબ આપી દે છે. થીગડ થાગડ હલકી કક્ષાના રોડ બનાવી ડીપાર્ટમેન્‍ટ ભ્રષ્‍ટાચાર આદરે અને ભોગ લોકો બને તેથી જનઆક્રોશ ચરમસીમા ઉપર છે.

Related posts

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

vartmanpravah

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

vartmanpravah

Leave a Comment