April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

એનએચએઆઈએ 6 ટીમ મેદાનમાં ઉતારી : રોજ 8 થી 10 કી.મી. ખાડા પુરે તો પણ સમારકામ 10 દિવસ ચાલશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લા મધ્‍યે પસાર થતા નેશનલ હાઈવે-48 છેલ્લા સપ્તાહમાં વરસેલા અતિશય વરસાદમાં હાઈવે ખાડા રોડ બની ચૂક્‍યો છે. આંતરરાષ્‍ટ્રિય ડિઝાઈનનો કહેવાતો નેશનલ હાઈવેનું ર્ક્‍વાલીટીનું પોલ વરસાદે એક જ ધડાકે ખોલી નાખ્‍યું. ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વાહનોના ઉપરાઉપરી અકસ્‍માતોમાં ચાર નિર્દોષજીંદગીનો હાઈવેએ ભોગ લીધો તેમજ બચેલા લોકો હોસ્‍પિટલના બિછાને છે. હાઈવેની દુર્દશા જોઈ લોકોમાિં વ્‍યાપક જનઆક્રોશ વ્‍યાપ્‍યો. રસ્‍તા રોકો ચક્કાજામના આંદોલન શરૂ થતા જ સુતેલી હાઈવે ઓથોરીટીની ઊંઘ ઉડી. રાતોરાત હાઈવે મરામત ખાડા પુરાણનું અભિયાન આદરી 6 જેટલી ટીમ નવસારીથી ભિલાડ સુધી ખાડાપુરાણ કામગીરી શરૂ કરી.
લોકોના વિરોધ બાદ એન.એચ.એ.આઈ.એ ખાડા પુરાણનો રોડ મેપ બનાવ્‍યો. જિલ્લામાં વાઘલધરાથી ભીલાડ સુધી સલવાવ બ્રિજ વગેરેની મરામત કામગીરી હાથ ધરી છે. પણ પરિણામ ઉપર નજર કરીએ તો રોજ સાત આઠ કે દશ કી.મી.ના ખાડા પુરતા 8 થી 10 દિવસ લાગશે તેથી એક દોઢ સપ્તાહ તો વાહન ચાલકોએ પટકાવું પડશે એ નિヘતિ છે. બીજુ આતો ખાડા પુરાણ થશે, આગળમાં વધુ વરસાદ પડશે તો પુનઃ આ ખાડા ઉઘાડા થઈને સ્‍થિતિ ઠેરના ઠેર રહેશે તે ચોક્કસ છે. કારણ કે કહેવાતી ઈન્‍ટરનેશનલ હાઈવેની ડિઝાઈનમાં પણ ભ્રષ્‍ટાચારે ક્‍વોલીટી અંગે ઘણી બાંધછોડ કરેલી સ્‍પષ્‍ટ દેખાઈ રહી છે તેનુ જીવંત ઉદાહરણ વર્તમાન હાઈવેની સ્‍થિતિ સ્‍પષ્‍ટ દર્શાવી ચૂક્‍યુ છે.

Related posts

વાંસદા વનવિદ્યાલય હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીનું વરસાદમાં ઘર તૂટી પડતા સ્‍કૂલ પરિવાર મદદે દોડયો

vartmanpravah

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

લક્ષદ્વીપની અઢી વર્ષમાં શાન અને સૂરત બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah

Leave a Comment