6 હજારથી વધુ મૃતકોને અંતિમધામ પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપીમાં વર્ષ 2012માં સર્વ ધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિની રચના કરવામાં આવી હતી. નિઃશુલ્ક ચાલતી આ સેવા 15 દિવસથી બંધ હતી. ગાંધી જયંતીથી ફરી કાર્યરત કરવામાં આવી છે.મોક્ષરથની મરામત કામગીરી આવી હતી તેથી સેવા બંધ કરાઈ હતી.
સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિના ટ્રસ્ટી પ્રમુખ વિઠ્ઠલ કોટડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2012 થી મોક્ષ રથ સેવા અવિરત ચાલી રહી છે. અત્યાર સુધી 6000 ઉપરાંત મૃતદેહો અંતિમ ધામ સુધી પહોંચાડાઈ છે. વાપી વિસ્તારમાં ચાલતી મોક્ષ રથની સેવા કોરોના કાળમાં પણ અવિરત ચાલુ હતી. મોક્ષ રથના સારથી શાંતિભાઈએ એક પણ દિવસની રજા લીધી નથી. મોક્ષ રથની જેને પણ જરૂરીયાત પડે તે માટે હેલ્પ લાઈન નં.8140334000 આપવામાં આવ્યો છે. અન્ય ટ્રસ્ટીઓ વી.એસ. કોટડીયા, ભાનુભાઈ કે ચાંગલા, અનિલભાઈ અવિરત સેવા આપી રહ્યા છે.