ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખ 22મી એપ્રિલ બાદ દાનહ અને દમણ-દીવનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : આવતી કાલે લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીઓના ત્રીજા ચરણના મતદાન માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવમાં લોકસભાની બે બેઠકની ચૂંટણીઓ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને આવતીકાલથી ઉમેદવારી પત્રક નોંધાવવાની પણ શરૂઆત થશે.
આવતી કાલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની બે લોકસભા બેઠક માટે વિધિવત રીતે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ થશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તિથિ 19મી એપ્રિલ, 2024 છે. ઉમેદવારી પત્રકની ચકાસણી તા.20 એપ્રિલ અને ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તા.22 એપ્રિલ નિર્ધારિત છે.
ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખ બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકનું ચિત્ર પણ સ્પષ્ટ બનશે.