October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા ગામે આંતરરાષ્‍ટ્રીય ચેસ દિવસ નિમિત્તે ચેસ ટૂર્નામેન્‍ટન યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24
દાદરા નગર હવેલીના દાદરા ગામે ઈન્‍ટરનેશનલ ચેસ ડેના નિમિતે ઉદ્યોગપતિ વિરલ શાહના બંગલા પર અંડર 17 ચેસ ટૂર્નામેન્‍ટનું સેલવાસ ચેસ ટીમ અને જીનિયસ કિડ્‍સ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસ દમણ, વાપી અને ભીલાડના 56 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સેલવાસ ઝંડાચોક સરકારી શાળામા ભણતો હરિઓમ મિશ્રા પાચે પાંચ રાઉન્‍ડ જીતી ચેમ્‍પિયન બન્‍યો હતો. બીજા સ્‍થાને પિયુષ ઝા અને ત્રીજાસ્‍થાને સેલવાસનો કાવ્‍ય બુબનાએ પ્રાપ્ત કર્યું હતું. આ ટૂર્નામેન્‍ટમાં જીત મેળવનાર 15 ખેલાડીઓને ગીફટ અને સર્ટીફિકેટ આપવામાં આવ્‍યા હતા. ઉદ્યોગપતિ શ્રી વિરલ શાહે જણાવ્‍યું હતું કે, દાનહના પ્રસાશક શ્રી પ્રફુલભાઈ પટેલના કરકમલોથી પ્રદેશમાં ખેલનો માહોલ બન્‍યો છે એને ધ્‍યાનમાં રાખી ચેસ કોચ શ્રી વિક્રમ મિશ્રા અને એમની ટીમ દ્વારા આ ટૂર્નામેન્‍ટનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. રિટાયર્ડ આરડીસી શ્રી નટુભાઈ શાહના હસ્‍તે વિજેતા બનનાર ખેલાડીઓને પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યા હતા. આ અવસરે કોચ શ્રી વિક્રમ મિશ્રા, જીનિયસ કિડ્‍સના ધર્મવીર ઠાકુર, શ્રી અંશુમાન બારીક, શ્રી ઓમ જાધવ, ઉદ્યોગપતિ શ્રી વિરલ શાહ, રિટાયર્ડ આરડીસી શ્રી નટુભાઈ શાહ સહિત ખેલાડીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનાર સ્‍થળોએ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

Leave a Comment