(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24
એપ્રિલ-2022માં સેન્ટ્રલ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું વાપી હરિયા પાર્ક ડુંગરા સ્થિત આર.એસ. ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પ0 ટકા વિદ્યાર્થીઓના ડિસ્ટ્રીકશન માકર્સ આવ્યા છે. ધોરણ 10મા પ્રથમ ક્રમે અપરાજિતા સિંહ 94%, દ્વિતીય ક્રમે ક્રિસ સોલંકી 91% અને તૃતિય ક્રમે અસીફા જૈલાની 90% મેળવ્યા છે.
વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી શ્રી નિલેશકુમાર રાઠોડ, આચાર્ય ડો. રીચા શાહ તથા શિક્ષકગણે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.