-
સંઘપ્રદેશના આરોગ્ય વિભાગને લોકાભિમૂખ અને અસરકારક બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલા પ્રયાસોનું મળેલું પરિણામ
-
2023 સુધી દાનહ અને દમણ-દીવને ટીબી મુક્ત બનાવવાનો લક્ષ્યાંક : આયુષ્માન ભારતની ચોથી વર્ષગાંઠ ઉપર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળેલા ત્રણ પુરસ્કાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27
સંઘપ્રદેશના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને અનુભવી માર્ગદર્શનમાં આરોગ્ય સચિવ ડો. એ.મુથમ્માના દિશા-નિર્દેશમાં તથા મિશન નિર્દેશક શ્રી સુરેશ ચન્દા મીણા, તબીબી અને આરોગ્ય સેવા નિર્દેશાલયના નિર્દેશક ડો.વી.કે.દાસના સંયુક્ત પ્રયાસોથી આરોગ્ય ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ષ 2025 સુધી ભારતને ટી.બી. મુક્ત બનાવવાનો નિર્ણય છે જ્યારે સંઘપ્રદેશ પ્રશાસને 2023ના અંત સુધી પ્રદેશને ટીબી મુક્ત બનાવવાનો લક્ષ્ય નિર્ધારીત કર્યો છે.
આયુષ્માન ભારત, આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રના શુભારંભની ચૌથી વર્ષગાંઠના અવસર પર, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના કેન્દ્રીય મંત્રી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ) દ્વારા ત્રણ પુરસ્કારોથી પુરસ્કૃત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિશ્વ મેલેરિયા દિવસના અવસર પર મેલેરિયા નાબુદીની દિશામાં સાર્થક કાર્ય કરવા માટે સંઘપ્રદેશને પ્રશંસા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યું હતું
જેમાં (1) પ્રથમ રેંક (સંઘપ્રદેશ શ્રેણી) – આખા ભારતમાં 24 માર્ચ (વિશ્વ ટીબી દિવસ)થી13 એપ્રિલ સુધી ‘‘આયુષ્માન ભારત, આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો પર ટીબી મુક્ત ભારત અભિયાન” કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સંઘપ્રદેશના 90 આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનામાધ્યમથી સંઘપ્રદેશ અને ઔદ્યોગિક એકમોને સામેલ કરતા ક્ષય રોગના રોકથામ માટે વિવિધ પ્રકારના જાગરૂકતા કાર્યક્રમો અને સ્ક્રીનિંગ અભિયાનોનું આયોજન કરાવમાં આવ્યું હતું. આ અભિયાનના સફળ અને ઉત્કૃષ્ટ આયોજન માટે સંઘપ્રદેશની શ્રેણીમાં દાનહ અને દમણ-દીવને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
(ર) પ્રથમ રેંક (સંઘપ્રદેશ-શ્રેણી) – આયુષ્માન ભારત-આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર પર ટેલીકંસલ્ટેશન આયોજીત કરવું.’ આ મંત્રાલય દ્વારા વિકિસિત ઈ-સંજીવની પોર્ટલના માધ્યમથી ગ્રામીણ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર સ્તરે ઓપીડીમાં આવનારા રોગીઓ માટે તબીબી અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે ટેલી-કંસલ્ટેશનના માધ્યમથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ માધ્યમથી રોગીઓને ઉચ્ચ સુવિધા કેન્દ્રોમાં જવાની જરૂર પડતી ન હતી.જેથી તેમનો કિંમતી સમય અને સંસાધનોની બચત કરતા આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર / ગ્રામ સ્તરે 5રામર્શ સેવાઓ સુનિヘતિ કરવામાં આવી હતી. આ કાર્ય માટે સંઘપ્રદેશની શ્રેણીમાં પ્રદેશને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
3. પ્રશંસા પ્રમાણપત્ર(સંઘપ્રદેશ શ્રેણી) -માર્ચ-ર0રર પહેલા આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોના સંચાલન માટે 100 ટકા લક્ષ્ય (ડિસેમ્બર-ર0રર)ની ઉપલબ્ધી પ્રાપ્ત થઈ છે. આરોગ્ય અને કલ્યાણ વિભાગ-દાદરા નગર હવેલીઅને દમણ-દીવના સંઘપ્રદેશ પ્રશાસન, સાંસદનિધિ અને સીએસઆર ફંડના સહયોગથી 90 આયુષ્માન ભારત – આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર અત્યાર સુધી રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોના માધ્યમથી આપવામાં આવી રહેલી આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ છે તથા તેની સાથે સાથે પ્રાથમિક તબીબી દેખભાળના કેન્દ્ર બિંદુ છે. વ્યાપક પ્રાથમિક આરોગ્ય દેખભાળના દિશા-નિર્દેશો અનુસાર તમામ આયુષ્માન ભારત-આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોમાં પ્રદાન કરવામાં આવી રહેલી સેવાઓ તમામ 1ર પેકેજોમાં વિસ્તરીત કરવામાં આવી છે યુનિવર્સલ હેલ્થ કવરેજ હેઠળ આરોગ્ય દેખભાણ સેવાઓમાં સુધાર માટે મંત્રાલય દ્વારા પ્રદાન કરવામાં આવેલ લક્ષ્ય ઉપરાંત આયુષ્માન ભારત-આરોગ્ય અને કલ્યાણના વધુ કેન્દ્રોને સંચાલિત કરવા માટે સંઘપ્રદેશ પ્રગતિ પર છે. આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોના 100 ટકા સંચાલનની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે સંઘપ્રદેશ શ્રેણીમાં પ્રદેશને પ્રશંસા પત્ર પ્રાપ્ત થયો છે.
(4) પ્રશંસા પ્રમાણપત્ર-આરોગ્ય વિભાગ દ્વારા ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ તથા ભારત સરકારના દિશા-નિર્દેશો ઉપર કામ કરવાના ફળ સ્વરૂપે સંઘપ્રદેશને મેલેરિયાના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઓછી થતી જોવા મળી રહી છે. વર્ષ ર01પ-ર0ર1ના સમયગાળામાં કેટેગરી-3થી કેટેગરી-1માં પ્રગતિ કરવા માટે ફળસ્વરૂપ સંઘપ્રદેશઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત રસકાર દ્વારા તા.રપ એપ્રિલ, ર0રરને પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવ્યો હતો.