(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.15: આજરોજ ભગવાન બિરસામુંડા સર્કલ, કિલ્લા-પારડી ખાતે ક્રાંતિકારી ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ તેમજ માલ્યાઅર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ પારડીના પ્રમુખશ્રી કપિલકુમાર કાંતિભાઈ હળપતિ, આદીવાસી સમાજના આગેવાન બિપિનભાઈ મોહનભાઈ પટેલ, ભીલ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના ઉપપ્રમુખશ્રી સુમનભાઈ બોરલાઈ, જીતેશભાઇ હળપતિ, ધર્મેશભાઈ હળપતિ, કિરણભાઈ બચુભાઈ પટેલ તથા યોગેશભાઈ કાંતિભાઈ પટેલ જેવા અનેક આદિવાસી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં વર્ષોથી આદિવાસી સમાજ માટે અવાજ બુલંદ કરતા સુમનભાઈ બોરલાઈના હસ્તે ક્રાંતિકારી ભગવાન બિરસામુંડાને માલ્યાઅર્પણ કરાવવામાં આવ્યુંહતું.
કાર્યક્રમમાં આદિવાસી સમાજ ઉપરાંત પારડી નગરના અન્ય સમાજના જાગૃત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કપિલકુમાર કાંતિભાઈ હળપતિ અને બિપીનભાઈ પટેલે ક્રાંતિકારી ભગવાન બિરસામુંડાના જીવન ચરિત્ર ઉપર પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
