March 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેકશનનું પ્રમાણપત્ર આપવા માટે ઈલે. ઈન્‍સ્‍પેક્‍ટર અમીતભાઈ કે. પટેલએ 20 હજારની લાંચ માંગી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વલસાડ આસીસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર કચેરીનો આસી. ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર આજરોજ રૂા.20 હજારની લાંચ લેતો પોતાની જ કચેરીમાં એ.સી.બી. દ્વારા ગોઠવાયેલ છટકામાં રંગે હાથે ઝડપાઈ જતા જિલ્લા સેવા સદનની સરકારી ઓફીસોમાં ચકચાર મચી જવા પામી હતી.
એ.સી.બી. સુત્રોઅનુસાર વલસાડ આસીસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટરની કચેરી જિલ્લા સેવા સદન-2માં આસી. ઈલેક્‍ટ્રીક એન્‍જીનીયર તરીકે અમિતભાઈ કે. પટેલ ફરજ બજાવી રહ્યો છે. કોઈપણ યુનિક કે નવા બાંધકામ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍ટોલેશન બાદ જરૂરી રિપોર્ટ કચેરીમાં આપ્‍યા બાદ ઈન્‍સ્‍પેકશનનું પ્રમાણપત્ર લેવાનું હોય છે તે અંતર્ગત વાર્ષિક ઈન્‍સ્‍પેકશન રિપોર્ટ મેળવવા એક જાગૃત નાગરિકે ગઈ તા.18-7-22ના રોજ પ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી. જેમાં જરૂરી સહી સિક્કા અને પ્રમાણપત્ર માટે ઈલે. આસીસ્‍ટન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર અમિતભાઈ કે. પટેલએ અરજદાર પાસે રૂા.20 હજાર માંગ્‍યા હતા. જે આપવા અરજદાર તૈયાર નહોતા તેથી તેમણે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. ગતરોજ એ.સી.બી. પી.આઈ. શ્રી આર.કે. સોલંકી, શ્રી એન.પી. ગોહીલ અને સ્‍ટાફે કચેરીમાં જ વોચ રાખી છટકુ ગોઠવ્‍યું હતું. જેમાં અરજદાર પાસે રૂા.20 હજારની લાંચ લેતા આસી. ઈલે. ઈન્‍સ્‍પેક્‍ટર અમિતભાઈ કે. પટેલ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જોગાનુંજોગ સેવા સદનમાં એ.સી.બી. અને ઈલે. ઈન્‍સ્‍પેક્‍ટરની કચેરીઓ પાસ પાસે જ આવી હોવાથી લાંચ પ્રકરણથી તમામ સરકારી કચેરીઓમાં ચકચાર સાથે ફફડાટ મચી જવા પામ્‍યો હતો.
—–

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

vartmanpravah

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

Leave a Comment