January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

પરિવહન વિભાગ દ્વારા જરૂરિયાતમંદોને મફત ચશ્‍મા આપવાની જાહેરાત કરાતા ઉપસ્‍થિત ડ્રાઈવરોએ સંઘપ્રદેશ પ્રશાસનનો પ્રગટ કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી રહેલા 34મા રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત આજે દમણના પરિવહન વિભાગ દ્વારા ઓટોરીક્ષા, ટેક્ષી અને બસ ચાલકો માટે આર.ટી.ઓ. કેમ્‍પસમાં મેગા આઈ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પરિવહન સચિવ શ્રી મેકાલા ચૈતન્‍ય પ્રસાદના માર્ગદર્શન હેઠળ ‘સડક સુરક્ષા જીવન રક્ષા’ મંત્રને ચરિતાર્થ કરી આજે ઓટોરીક્ષા, ટેક્ષી તથાબસના ડ્રાઈવરોની આંખની તપાસ માટેના મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે પરિવહન નિર્દેશક શ્રી આશિષ મોહનના નેતૃત્‍વમાં દમણના મોટર વાહન નિરિક્ષક શ્રી બીપિન પવારે દમણ આરોગ્‍ય વિભાગના ડોક્‍ટરો અને આરોગ્‍ય સહાયકોની મદદથી તમામ ઉપસ્‍થિત ડ્રાઈવરોની આંખની તપાસ ઝીણવટપૂર્વક કરવામાં આવી હતી અને જેમને ચશ્‍માની જરૂરિયાત છે તેવા ચાલકોને સી.એસ.આર. અંતર્ગત ચશ્‍મા આપવાની વ્‍યવસ્‍થા પણ પરિવહન વિભાગ દ્વારા કરાતા રીક્ષા, ટેક્ષી અને બસ ચાલકોએ પ્રશાસન પ્રત્‍યે આભારની લાગણી પણ પ્રગટ કરી હતી.
આ પ્રસંગે મોટર વાહન નિરીક્ષક શ્રી બીપિન પવારે જણાવ્‍યું હતું કે, પ્રશાસનના પરિવહન વિભાગ દ્વારા 11થી 17મી જાન્‍યુઆરી, 2023 સુધી પ્રદેશમાં રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સડક સુરક્ષા સાથે સંબંધિત અનેક કાર્યક્રમો આયોજીત કરાશે. તેમણે સડક સુરક્ષા સાથે સંબંધિત નીતિ-નિયમોનું પાલન કરવા તમામ ઉપસ્‍થિત ડ્રાઈવરોને અપીલ પણ કરી હતી.

Related posts

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment