October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

ધસ્‍ટાન્‍ડર્ડ કેમિકલ કંપનીમાં સલ્‍ફરના ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુના વિસ્‍તારમાં ઝેરી હવા પ્રસરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઝ વિસ્‍તાર સ્‍થિત એક કેમિકલ કંપનીમાં ગતરોજ બપોરે કંપનીના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં આવેલ ધ સ્‍ટાન્‍ડર્ડ કેમિકલ કંપનીના સલ્‍ફર ગોડાઉનમાં સોમવારે સાંજના સુમારે અચાનક આગ ભભુકી હતી. આગની ભિષણતા વધારે હોવાથી નોટીફાઈડ, પાલિકા સહિત આજુબાજુના 10 ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે ધસી ગયા હતા. પાણીનો મારો સતત ચલાવી બે-ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. ગોડાઉનમાં સલ્‍ફર ભરેલો હોવાથી આગમાં તેમાંથી કાર્બન ડાયોક્‍સાઈડ (અંગારવાયું) બહાર ફેલાતો હતો તેથી આજુબાજુના વિસ્‍તારમાં ગભરામણ અને આંખો બળવાથી લોકોમાં ભાગ ભાગ જોવા મળી હતી. જો કે કંપની આસપાસનો વિસ્‍તાર કાર્ડન કરી દેવાયો હતો. જાહેર સ્‍વાસ્‍થ્‍ય માટે તમામ જરૂરી પગલાં જે-તે એજન્‍સીઓ દ્વારા ભરવામાં આવ્‍યા હતા.

Related posts

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪ સ્થળોએ ૧૧૨૨ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા

vartmanpravah

દાનહ પોલીસે ત્રણ ડ્રગ્‍સ તસ્‍કરોની કરી ધરપકડ

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્‍લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

vartmanpravah

રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ આયોજિત અભ્‍યાસ વર્ગમાં વલસાડ તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

Leave a Comment