Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસના ઉપલક્ષમાં શાળાના આચાર્ય ચંદ્રવદનના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ 1 થી 4માં કાવ્‍યગાન સ્‍પર્ધા ધોરણ 5 થી 7 માં પોસ્‍ટર સ્‍પર્ધા અને ધોરણ 8 માં ફોટો ફ્રેમ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ધામાં શાળાના કુલ 389 બાળકોએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્‍પર્ધામાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જેમાં ધોરણ 1 માં પ્રથમ ક્રમાંક હર્ષ અમિત પટેલ, ધોરણ-2માં ઝીલ યોગેશભાઈ પટેલ, ધોરણ-3 માં ઝીલ અમિતભાઈ પટેલ, ધોરણ-4 માં હિર લાલજીભાઈ શીંગાડા, ધો-5માં દ્રષ્ટિ તોહલ કુમાર હળપતિ, ધો-6માં પૂર્વા મહેન્‍દ્રભાઈ બાહલીવાલા, ધો-7 માં ખુશી જયેશભાઈ પટેલ અને ધો-8માં પર વિત લાલારામ ચૌધરી અને ક્રિષ્‍ના હેમંતભાઈ પાણખાણિયાએ પ્રાપ્ત કરતા સ્‍પર્ધામાં વિજેતા થયેલ સર્વે વિદ્યાર્થીઓને શાળાપરિવાર પુજ્‍ય પુરાણી સ્‍વામીજી, ડાયરેક્‍ટર ડો. શૈલેષ લુહાર ડાયરેક્‍ટર, શ્રી હિતેન ઉપાધ્‍યાય અને આચાર્યશ્રી તેમજ સર્વે શિક્ષકગણો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment