Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા જ્‍યાં ‘સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતા’ સૂત્ર સાથે ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત પ્રદેશના દરેક વિસ્‍તારને આવરી લેવામાં આવ્‍યા છે. જિલ્લા પંચાયત, સેલવાસ નગરપાલિકા અને દરેક પંચાયતમાં સ્‍વચ્‍છતા જાગૃતિ કાર્યક્રમો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને લોકોને સ્‍વચ્‍છતા અંતર્ગત જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી રહી છે. દપાડા પંચાયત વિસ્‍તારમાં આવેલ પાટી ગામમાં પંચાયતનાકર્મચારીઓ અને પદાધિકારીઓ દ્વારા ગ્રામજનોને સ્‍વચ્‍છતા અંતર્ગત જાણકારી આપી સૂકો કચરો ભૂરા રંગના ડસ્‍ટબીનમાં અને ભીનો કચરો લીલા રંગના ડસ્‍ટબીનમાં જ નાંખવામાં આવે આ બાબતની દરેક ફળિયામાં ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવ્‍યા હતા. ગ્રામજનો પણ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહેલ કાળજીઓને લઈને ઉત્‍સાહમાં જોવા મળ્‍યા હતા. પંચાયત વિસ્‍તારમાં નિયમિત કચરો ભેગો લેવા માટે નવા ટ્રેક્‍ટરમાં તૈયાર કરવામાં આવેલ કચરાપેટીની સુવિધાઓ પણ ઉપલબ્‍ધ કરવામાં આવેલી છે. દપાડા ગામના સરપંચ શ્રી છગનભાઈ માહલા અને જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી રમેશભાઈ માહલા અને પંચાયત સભ્‍યોના સાથ સહકારથી પંચાયત વિસ્‍તારના દરેક ફળિયામાં દાનહ અને દમણ દીવ પ્રશાસન દ્વારા ગ્રામજનોને સરકાર તરફથી મળતા લાભો અને દરેક યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. પંચાયત વિસ્‍તારમાં અંદાજીત સાત હજાર લીલા અને ભૂરા રંગના ડસ્‍ટબીન વિતરણ કરવામાં આવશે.

Related posts

લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સ એન્‍ડ પોલિટિકલ સાયન્‍સથી માસ્‍ટરની ડીગ્રી પ્રાપ્ત કરતા ખાનવેલ ગ્રામ પંચાયતે કુ. પ્રિયા અને કુ. પ્રિયંકા ભીમરાના સન્‍માનમાં જાહેર રસ્‍તા ઉપર અભિનંદન આપતા લગાવેલા હોર્ડિંગ

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રદેશની વિવિધ શાળાઓમાં પ્રશ્નમંચનું આયોજન

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

Leave a Comment