December 1, 2025
Vartman Pravah
Breaking Newsખેલતંત્રી લેખદમણદેશ

દમણના પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્‍ટેટ બેડમિન્‍ટન રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં ડબલ્‍સમાં જીતેલો સિલ્‍વર મેડલ

દાનહ અને દમણ-દીવ માટે બેડમિન્‍ટનની રમત ક્ષેત્રે ઉભી કરેલી નવી આશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દમણના શ્રી પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્‍ટેટબેડમિન્‍ટન રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં ડબલ્‍સમાં સિલ્‍વર મેડલ જીતી પ્રદેશમાં બેડમિન્‍ટન ક્ષેત્રે એક નવી આશા ઉભી કરી છે અને તેમના યશસ્‍વી ભવિષ્‍યના પણ દર્શન કરાવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એપ્રિલ, 2023માં ગોવા ખાતે આયોજીત ‘ખેલો ઈન્‍ડિયા’ સ્‍ટેટ સેન્‍ટર ફોર એક્‍સેલેન્‍સના ટ્રાયલ્‍સમાં દમણના શ્રી પાર્થ જોષીની પસંદગી થઈ હતી અને હાલમાં ‘ખેલો ઈન્‍ડિયા’ સ્‍ટેટ સેન્‍ટર ફોર એક્‍સેલેન્‍સ ગોવામાં બેડમિન્‍ટનની આગળની તાલીમ લઈ રહ્યો છે.
ગોવા બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા આયોજીત સ્‍ટેટ રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં શ્રી પાર્થ જોષીએ બોયઝ અંડર 17 કેટેગરીમાં પોતાની રમતનું શાનદાર પ્રદર્શન કરી સિલ્‍વર મેડલ જીત્‍યો હતો.
શ્રી પાર્થ જોષીએ પુરૂષ વર્ગમાં પણ સારો દેખાવ કર્યો હતો અને ક્‍વાર્ટર ફાઈનલમાં નંબર બે ખેલાડી ગોવાના શ્રી યુસુફ શેખ સામે સારી લડત આપી હતી. પાર્થના ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન પાછળ તેના કોચ શ્રી ઈરફાન ખાન અને કેન્‍દ્રના ડાયરેક્‍ટર શ્રી સુમિત મોહન રાજેશ્વરીનો મહત્‍વનો ફાળો રહ્યો છે.
દાનહ અને દમણ-દીવ બેડમિન્‍ટન એસોસિએશનના તમામ સભ્‍યોએ શ્રી પાર્થ જોષીને જીત માટે અભિનંદન પાઠવી તેમના યશસ્‍વી ભવિષ્‍યની કામના પણ કરી હતી.

Related posts

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

વાપી ભાજપા કાર્યકરોએ ગુંજન વન્‍દે માતરમ ચોકમાં ફટાકડા ફોડી હરિયાણા જીતનો જશ્‍ન મનાવ્‍યો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક સવાર યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરની બેગ ખેંચી 10 લાખ લઈ ફરાર

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

vartmanpravah

Leave a Comment