April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનતાં દેશભરમાં આનંદ-ઉત્સવનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભાજપા અધ્‍યક્ષ શ્રી દીપેશ ટંડેલના માર્ગદર્શનમાં જિલ્લા ભાજપા અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયાના નેતૃત્‍વમાં દમણના તમામ ગામોમાં આદિવાસી સમાજના લોકોની સાથે મળીને શ્રીમતી દ્રૌપદી મુર્મુની જીત થવાથી ખુશી-આનંદનો તહેવાર ઉજવવામાં આવ્‍યો. આ અવસરે દમણ જિલ્લામાં પરિયારી ગામના નાયલ પારડીમાં દમણ જિલ્લા ભાજપા અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયાના નેતૃત્‍વમાં ઉપાધ્‍યક્ષ શ્રી બળવંત યાદવ, શ્રીમતી રૂક્ષ્મણીબેન ભાનુશાલી, પરિવારીના ઉપ સરપંચ શ્રી સંતોષભાઈ, અગ્રણી શ્રી ભાવિક હળપતિ અને સ્‍થાનિક આદિવાસી લોકોએ મળીને દ્રૌપદી મુર્મુની રાષ્‍ટ્રપતિ તરીકેની જીત થવા બદલ મિઠાઈ વહેંચીને ખુશી મનાવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપા અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયાના નેતૃત્‍વમાં દમણ નગરપાલિકા વિસ્‍તારમાં ન.પા. ઉપપ્રમુખ અને વોર્ડ નં.9ના કાઉન્‍સિલર શ્રી આશિષ ટંડેલ, વોર્ડ નં.12ના ન.પા. કાઉન્‍સિલર શ્રીમતી અનીતા પટેલ, શહેરી વિસ્‍તારના કાઉન્‍સિલર શ્રી ચંડોક જસવિંદર રણજીતસિંહ, શ્રીમતી સોહિના પટેલ, શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, શ્રી ચંદ્રગીરી ટંડેલ, પૂર્વ કાઉન્‍સિલર અને આગેવાન શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી પ્રેમ ભંડારી, શ્રી રાજેશ શુક્‍લા અને સ્‍થાનિક આદિવાસી લોકોએ નગરપાલિકાના શહેરી વિસ્‍તારમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુની જીતની ખુશી મનાવી હતી.
આ અવસરે શ્રી અસ્‍પી દમણિયાએ જણાવ્‍યું કે, આજે આદિવાસી લોકોમાં ખુશીનો માહોલ છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગામ, ગરીબ, વંચિતોની સાથે સાથે ઝૂંપડટ્ટી, નાના ઘરોમાં પણ લોક કલ્‍યાણ માટે સક્રિય રહ્યા છે. આજે તેઓ તેમની વચ્‍ચેથી ઉભરી દેશના સર્વોચ્‍ચ સંવૈધાનિક પદ સુધી પહોંચ્‍યા છે. આ ભારતીય લોકતંત્રની તાકાત છે. દેશ આઝાદીનો અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યો છે. દેશનું સૌભાગ્‍ય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં એનડીએ સરકારે આદિવાસી સમુદાયમાંથી આવનાર એક કર્તવ્‍યનિષ્‍ઠ, સમર્પિત સામાજિક કાર્યકર્તાને રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુને બનાવાયા. શ્રી અસ્‍પી દમણિયાએ કહ્યું આજે તેઓ દેશના સર્વોચ્‍ચ સંવૈધાનિક પદ માટે ચૂંટાયા છે. આ ભારતના લોકતંત્રની વિશેષતા છે. હુંશ્રીમતી દ્રૌપદી મુર્મુને હાર્દિક અભિનંદન આપું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, રાષ્‍ટ્રીય ભાજપ અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડા, કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું.

Related posts

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટયુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં બેચ 2021-22નું ઓરીએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

Leave a Comment