October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિર યોજાઈ

સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના કો-મેમ્‍બર સેક્રેટરી પી.એચ.બનસોડે જુદી જુદી વયજૂથના બાળકો દ્વારા થતા ગુનામાં તેમની જવાબદારીના સંદર્ભમાં પાડેલો પ્રકાશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.27: સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, દમણ દ્વારા બાર એસોસિએશન દમણના સહયોગથી મોટી દમણની પ્રાથમિક શાળામાં આજે કાનૂની જાગૃકતા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના કો-મેમ્‍બર સેક્રેટરી અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડિવિઝન શ્રી પી.એચ.બનસોડે પોતાના અધ્‍યક્ષીય વક્‍તવ્‍યમાં જુદી જુદી વયજૂથના બાળકો દ્વારા થતા ગુનામાં તેમની જવાબદારીના સંદર્ભમાં પ્રકાશ પાડયો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ સગીરને તેમના ગુના માટે જેલમાં બેસાડવામાં નથી આવતો. તેમણે બાળ ગુનાની બાબતમાં ખુબ જ વિસ્‍તારથી પ્રકાશ પાડયો હતો.

આ કાર્યક્રમમાં ધારાશાષાી શ્રીમતી સ્‍મિતા સુરતીએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ વિષય ઉપર મનનીય માર્ગદર્શન આપ્‍યું હતું. જ્‍યારે એડવોકેટ શ્રી પ્રિન્‍સ છીપાએ બાળકોના અધિકાર વિષય ઉપર માર્ગદર્શન આપ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન અને સ્‍વાગત વિધિ તથા સમાપન એડવોકેટસુશ્રી નિલમ પટેલે કર્યું હતું. આ પ્રસંગે દમણ કોર્ટના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ જુનિયર ડિવિઝન શ્રી ઈનામદાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

vartmanpravah

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

Leave a Comment