Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.27
‘વર્લ્‍ડ હીપેટાઈટીસ ડે-2022’તારીખ 28મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. એના સંદર્ભમાં જન જાગૃતિ માટે સલવાસ ખાતે આવેલ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 26મી જુલાઈ, 022 દિવસે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હીપેટાઈટીસના વિષય ઉપર સેમિનાર અને પોસ્‍ટર પ્રેઝેન્‍ટેશન સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે વાપીની ટ્રાઇકેર મલ્‍ટિસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના એમ.બી.બી.એસ. અને એમ.ડી. (જનરલ ફિઝિશિયન અને ઇન્‍ટેન્‍સિવિસ્‍ટ) ડૉ. કૃપલ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સમગ્ર નેતૃત્‍વ તેમજમાર્ગદર્શન કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે તેમજ સંકલન કોલેજના આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર ડૉ. નેહા ગૌરવ દેસાઈ અને આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર નેહા એસ. વડગામા દ્વારા થયુ હતું. જેમાં કોલેજના બી.ફાર્મ.ના વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.
નોબેલ પુરસ્‍કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્‍લુમબર્ગનો જન્‍મદિવસ નિમિતે ‘વર્લ્‍ડ હીપેટાઈટીસ ડે’ ઉજવાય છે. હીપેટાઈટિસ બી વાયરસ (ણ્‍ગ્‍સ્‍)ની શોધ કરી હતી અને વાયરસ માટે ડાયગ્નોસ્‍ટિક ટેસ્‍ટ અને રસી વિકસાવી હતી. હીપેટાઈટીસ એટલે લીવરને લગતી સમસ્‍યાઓ. યકૃત એ શરીરનું એક મહત્‍વપૂર્ણ અંગ છે જે શરીરમાં રહેલા તત્‍વોને બીનહાનીકારક બનાવવાનું કામ કરે છે.
આ ઉપરાંત ભારે આલ્‍કોહોલનો ઉપયોગ, ઝેર, દવાઓના વધુ પડતા સેવન અને અમુક તબીબી પરિસ્‍થિતિઓ હીપેટાઇટિસ થવાનું કારણ બની શકે છે. આજના રોજિંદા જીવનમાં વધુ પડતા કેફી દ્રવ્‍યો અને જંકફૂડ તરફનું આકર્ષણ જે શરીરમાં ફેટીલીવરનું પ્રમાણ વધારે જે સ્‍વસ્‍થ માટે ખુબજ હાનીકારક છે. જેવી મહત્‍વપૂર્ણ માહિતીથી ડૉ. કૃપલ પટેલે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.
આ સ્‍પર્ધામાં ઇવાલ્‍યુએસન કમિટી મેમ્‍બર્સ દ્વારા મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં પોસ્‍ટર પ્રેઝન્‍ટેશનમાં બી.ફાર્મ. સેમેસ્‍ટર 2માંથી જોગલેકર જુહી પ્રથમ સ્‍થાને, બી.ફાર્મ.સેમેસ્‍ટર 7માંથી પટેલ શ્રદ્ધા રૂપચંદ અને સેમેસ્‍ટર 5માંથી જૈસવાલ નેહા દ્વિતીય સ્‍થાને અને બી. ફાર્મ. સેમેસ્‍ટર 2માંથી હિયા શેઠ અને ઉજ્જવલ શર્મા તૃતીય સ્‍થાને રહ્યા હતા. આ દરેક વિજેતાઓને શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્રના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી રામસ્‍વામીજીએ આશીર્વચન આપીને વિજેતાઓને પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમનું શાબ્‍દિક સંચાલન શ્રીમતિ જ્‍યોતિ યુ. પંડ્‍યા દ્વારા થયું હતું, અને આ કાર્યક્રમમાં આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર નેહા એસ. વડગામાએ આભારવિધિ આટોપી હતી. જે બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક શ્રી પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, શ્રી રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ શૈક્ષણિક એકેડેમિક ડિરેક્‍ટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહમાં ‘‘હિન્‍દી પખવાડા”નો સમાપન અનેઈનામ વિતરણ સમારોહ આનંદ-ઉત્‍સાહ સાથે સંપન્ન

vartmanpravah

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ‘બાપ’ના દિપકભાઈ કુરાડાએ ભરેલું ઉમેદવારી પત્રક: મોટી સંખ્‍યામાં રહેલી સમર્થકો અને ટેકેદારોની ઉપસ્‍થિતિ

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની યોજાયેલી સભામાં હિટ એન્‍ડ રનનો કાળો કાયદો રદ ન કરાઈ તો તા.8મીએ પાંચ જિલ્લામાં નેશનલ હાઈવે ચક્કાજામ કરાશે : ધારાસભ્‍ય અનંત પટેલ

vartmanpravah

Leave a Comment