October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

ગાંધી જયંતી દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર તાલુકો સ્‍વચ્‍છતા અભિયાનની કામગીરીમાં જોતરાયેલો છે જ્‍યારે બીજી તરફ જીપીસીપી અધિકારીઓની સાવરવાની નીતિને પરિણામે પ્રદૂષણ માફિયાઓએ રાત્રી દરમિયાન એકલારાના આંતરિક માર્ગ ઉપર ઘન કચરો ઠાલવ્‍યો હોવાની સામે આવેલી ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના એકલારા ખાતે ગત રાત્રિના દરમિયાન આંતરિક માર્ગ ઉપર કોઈ કંપનીના ઘન કચરાનો નિકાલ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ ઘટનાની જાણકારી યુવા શક્‍તિ સંગઠનના પ્રમુખ શ્રી મિતેશભાઈ પટેલને કરવામાં આવતા એમણે જીપીસીપી ગાંધીનગર તેમજ સભ્‍ય સચિવ શ્રી અને જિલ્લા કલેકટરને લેખિત ધ્‍યાન દોરી દોષિતો સામે પગલાં ભરવાની માગણી કરી છે. આ ઘટનામાં જીપીસીપી સરીગામ કચેરીના અધિકારીઓને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
બે દિવસ પહેલા અંકલાશ અને ઝરોલીપંચાયત હદમાંથી પસાર થતી રોષના ખાડીમાં માછલીઓ મરી જવાની ઘટના સામે આવી હતી. આમ પ્રદૂષણ ફેલાવવાની ઘટનાઓ હવે લગાતાર સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા માંડાના માજી સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા એક કંપની સામે ધ્‍વનિ પ્રદૂષણની જીપીસીપીને ફરિયાદ કરી હતી. પરંતુ આ ફરિયાદ સામે ફરિયાદી માજી સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા ફરિયાદની થોડી ક્ષણમાં કંપનીના સંચાલકનો ફોન આવ્‍યો હતો. જેના ઉપરથી સાબિત થાય છે કે જીપીસીપી પગલા ભરવા કરતા કંપનીઓને સાવરવામાં વધુ રસ છે. હવે આજરોજ એકલારા ખાતે ઘન કચરા નિકાલની બનેલી ઘટનામાં પણ કાર્યવાહી કરવામાં વિલંબ થતા જોવા મળી રહ્યો છે. જેમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવશે કે કેમ એની સામે સવાલ ઉભો થઈ રહ્યો છે.

Related posts

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્કૂલમાં મફત ૩૦૦૦ નોટબુકનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

vartmanpravah

ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ

vartmanpravah

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

vartmanpravah

Leave a Comment