December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડની યુવતિ બ્રિટન-લંડનમાં સૌથી નાની વયે સિવિક મેયર પદે બિરાજમાન બની

વલસાડમાં પધારેલી હુમૈરા ગરાસીયાએ નેશનલ ઈંગ્‍લીશ સ્‍કૂલની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
વલસાડના ગરાસીયા પરિવારની દિકરી હુમૈરા ગરાસીયા સૌથી નાની ઉંમરે હકની બોરો કાઉન્‍સિલના સિવિક મેયર પદે તાજેતરમાં બિરાજમાન થતા વલસાડ જિલ્લાનું નામ બ્રિટનમાં રોશન કર્યું છે.
હુમૈરા ગરાસીયાનો જન્‍મ લંડનમાં થયો છે. નાનપણથી ભણવામાં તેજસ્‍વી હુમૈનાએ 2018માં લંડનની યુનિવર્સિટીમાં પોલીટીકલ સાયન્‍સમાં ઉચ્‍ચ ડીગ્રી હાંસલ કરેલી તેમજ કોલેજ સ્‍ટુડન્‍ટની ચૂંટણીઓમાં ભાગ લઈ રાજકારણ પાઠ ભણવાના શરૂ કરી દીધા હતા. હાલમાં હુમૈરા માતાપિતા સાથે વલસાડમાં પધારી છે. હુમૈરાએ આજે વલસાડની નેશનલ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલનીવિઝીટ લીધી હતી. વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા હતા. વલસાડમાં હુમૈરાના આગમન જાણ થતા સમાજ અને અગ્રણીઓ દ્વારા સન્‍માન કરાઈ રહ્યું છે. નાની વયે વિદેશમાં મોટી સિધ્‍ધિ સફળતા મેળવી હુમૈરા કુરેશીએ વલસાડ જિલ્લા અને ગુજરાતનું નામ વિદેશમાં રોશન કર્યું છે.

Related posts

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે  ‘બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ”સ્પર્ધા યોજાઈ

vartmanpravah

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment