April 26, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવસેલવાસ

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી દાનહ અને દમણ-દીવના જનપ્રતિનિધિઓની સહયાત્રાથી એક્‍તા અને હકારાત્‍મકતાનો ખિલેલો ભાવ

  • સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં ભાગ લેવા ગયેલા તમામ જનપ્રતિનિધિઓને મળેલી શાહી સગવડ : પ્રશાસન દ્વારા નાનામાં નાની વાતની પણ રાખવામાં આવેલી કાળજી

  • દાનહના ઊંડાણના વિસ્‍તારથી આવેલી મહિલા જનપ્રતિનિધિઓને પહેલી વખત તેમની સત્તા અને મહત્તાનો થયેલો અહેસાસ

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.31
    સહયાત્રા એટલે કે સમાવિષ્‍ટ સમૃદ્ધિ અને સુરક્ષા તરફની યાત્રાના ભાગ રૂપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લાની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓની એક ટીમે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં હાજરી આપી આજે પરત ફર્યા હતા.
    સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં દાદરા નગર હવેલી,દમણ અને દીવના બહુમતી જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્‍યોની સાથે સેલવાસ અને દમણ નગર પાલિકાના કાઉન્‍સિલરો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓમાં સંઘ ભાવના જાગૃત થવાની સાથે લોકહિતના કામોને કેવી રીતે અગ્રતાથી લેવા તે બાબતે પણ સમજણ મળી હતી. નેતૃત્‍વ શક્‍તિનો વિકાસ કેવી રીતે થાય અને નેતા તરીકે વિવિધ લોકઉપયોગી પહેલ કરવામાં કોઈ સંકોચ નહી રાખવા ઉપર પણ વિગતવાર માર્ગદર્શન મળ્‍યું હતું.
    પંચાયતીરાજ હેઠળ મળતી સત્તામાં સરપંચથી લઈ ગ્રામસભા, જિલ્લા પંચાયત અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની ફરજ બાબતે પણ પ્રકાશ પડાયો હતો. ગ્રામ પંચાયત પણ ગામની સરકાર હોવાનું જ્ઞાન પણ સભ્‍યોને મળ્‍યું હતું.
    સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સહિત વિવિધ વિસ્‍તારની મુલાકાતોથી વિવિધતામાં એકતાની ભાવના પણ સભ્‍યોમાં જાગૃત થઈ હતી. દાદરા નગર હવેલીના બહુમતી આદિવાસી વિસ્‍તારમાંથી આવેલી મહિલા જનપ્રતિનિધિઓને પણ પહેલી વખત પોતાની સત્તાનો અનુભવ થયો હતો.
    અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી યોજાયેલ આ એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણકાર્યશાળામાં નાની સરખી વાતની પણ કચાસ નહી રહે તેની કાળજી રાખવામાં આવી હતી.
    આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સંઘપ્રદેશના પંચાયતીરાજ વિભાગના સંયુક્‍ત સચિવ અને દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહનના નેતૃત્‍વમાં દીવ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી ડો. વિવેક કુમાર, દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા, દમણના બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણા, દીવના મામલતદાર અને બી.ડી.ઓ. શ્રી ચંદ્રહાસ વાજા તથા નિયુક્‍ત નોડલ અધિકારીઓની મુખ્‍ય ભૂમિકા રહી હતી.

Related posts

કેબિનેટે મલ્‍ટી સ્‍ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્‍ટ, 2002 હેઠળ રાષ્‍ટ્રીય સ્‍તરની મલ્‍ટી-સ્‍ટેટ કોઓપરેટિવ એક્‍સપોર્ટ સોસાયટીની સ્‍થાપનાને મંજૂરી આપી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

vartmanpravah

Leave a Comment