સરીગામ, તા.05: ઉમરગામ તાલુકામાં રાત્રિ દરમિયાન વાહનોની અડફેટ આવી રહેલા ગૌવંશની ઘટના લગાતાર સામે આવી રહી છે. જે ઘટનાના પગલે જીવ દયા અને ગૌવંશ પ્રેમીઓમાં લાગણી દુબઈ રહી છે. રાત્રિના સમય દરમિયાન રોડ ઉપર બેસેલા ગૌવંશ વાહન ચાલકોની નજરે ન પડતા આ પ્રકારની ઘટના બનવા પામી રહી છે. જેના ઉપર અંકુશ મુકવા અગ્નીવિર ગૌ સેવા દલના પ્રમુખશ્રી યોગેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી ઉમેશભાઈ રાજપુરોહિત, શ્રી કમલેશભાઈ પંડિત અને એમની ટીમે રસ્તા પર ઊભા રહેતા ઢોરોના ગળામાં રિફલેક્ટેડ પટ્ટાપહેરાવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી આજરોજ સાંજના 6 કલાકે શ્રી દામોદર યાર્ન કંપની બહાર કંપનીના જનરલ મેનેજર શ્રી રાજેશભાઈ ભાટિયાની હસ્તે પ્રારંભ કરવામાં આવી હતી. આ સમયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વલસાડના શ્રી બી. આર. બેરા, ભીલાડ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર. પી. ડોડિયા, ભાજપ સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી ઉપસ્થિત રહી અગ્નિ વીર ગૌસેવા સમિતિના સંચાલકોને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.
