December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલી તાલુકાના ચિતાલી ગામના હવેલી ફળીયા ખાતે દીપડો આંટાફેરા કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્‍યો હતો. જ્‍યારે દીપડો દેખાતા જે અંગેની જાણ ચીખલી વન વિભાગને કરાતા જરૂરી સર્વે કરી રકસુબેન મકનજીભાઈ પટેલની વાડીમાં પાંજરું ગોઠવવામાં આવતા રવિવારની બપોરના સમયે શિકારની શોધમાં આવી ચઢેલ દીપડો પાંજરે પુરાતા સ્‍થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે દીપડો પાંજરે પુરાયાની વાત ફેલાતા લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા. પાંજરે પુરાયેલ દીપડાનો કબ્‍જો લઈ જરૂરી તપાસ બાદ સલામત સ્‍થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

ઉમરગામની વાડીયા હાઈસ્‍કૂલની ધો.10ની બે વિદ્યાર્થિની અકસ્‍માતનો ભોગ બની, પરીક્ષા સ્‍ટાફ ખડેપગે સેવામાં રહી બંનેને હિંમતભેર પરીક્ષા અપાવી

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર પાસે રોડ ઉપર રાતોરાત બમ્‍પર બનાવી દેતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

vartmanpravah

Leave a Comment