August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

બેંક અને જિલ્લા રજીસ્‍ટ્રાર કચેરીના અધિકારીઓ દ્વારા નાણાં ધીરનારના વ્‍યવસાય અંગે કાયદાકીય પ્રક્રિયા અને લોન અંગેની માહિતી પણ પ્રદાન કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.12: ચીખલીમાં નવસારી જિલ્લા પોલીસ વડા ડો.ઋષિકેશ ઉપાધ્‍યાયના અધ્‍યક્ષ સ્‍થાને ડીવાયએસપી ચીખલી સહિત આસપાસના પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલા લોક દરબારમાં બેંકના પ્રતિનિધિ દ્વારા વ્‍યવસાયકારો માટે સરકારની મુદ્રા લોન સહિતની લોન યોજનાઓની ઉપસ્‍થિતોને જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા રજીસ્‍ટર દ્વારા નાણાં ધીરધારના વ્‍યવસાય માટે સરકારમાંથી લાયસન્‍સ મેળવવું ફરજિયાત છે અને લાયસન્‍સ મેળવ્‍યા બાદ સરકાર દ્વારા વખતે વખત નક્કી કરેલા દર મુજબ વ્‍યાજ લેવાનું હોય છે સરકાર દ્વારા નિયત કરાયેલા વ્‍યાજના દર કરતા વધુ વ્‍યાજ લઈ શકાતું નથી અને લાયસન્‍સ વિના કોઈ વ્‍યક્‍તિ વ્‍યાજનો ધંધો કરતો હોય તો તે ગેરકાયદેસર છે.
અધ્‍યક્ષ સ્‍થાનેથી જિલ્લા પોલીસવડા ડો.ઋષિકેશ ઉપાધ્‍યાય એ જણાવ્‍યું હતું કે વ્‍યાજખોરીના દૂષણને ડામવા સરકાર અભિયાન ચલાવી રહીછે ત્‍યારે ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનો વ્‍યવસાય કરી વ્‍યાજ વસૂલનારાઓને ખુલ્લા પાડવા માટે કોઈપણ જાતના ડર અને સંકોચ રાખ્‍યા વિના આગળ આવો તેવો અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

vartmanpravah

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment