રૂરલ પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વલસાડ નેશનલ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, દમણથી સુરત પહોંચાડવા માટે દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર નિકળવાનું છે તેથી નેશનલ હાઈવે ઉપર પોલીસે વાહન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી વાળું દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર આવતા પોલીસે ચેકીંગ કર્યું હતું. કાર્યવાહીમાં કન્ટેનરમાંથી 3 હજાર ઉપરાંતવિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ચાલકની ધરપકડ કરી રૂા.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.