(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ડોકમરડી ખાતે ભાનુભાઈની ચાલ રૂમ નંબર 01માં રહેતા અને મૂળ રહેવાસી-ગ્રામ પંચરૂખી, થાણા ભેલધી, જિલ્લો છપરા-બિહાર શોભાદેવી ક્રિષ્ના શાહ (ઉ.આ.વ.36) તા.28/11/2024ના રોજ સવારે 11:00 વાગ્યા પહેલાં તેમના નિવાસ સ્થાન ડોકમરડી ભાનુભાઈની ચાલ રૂમ નંબર-01 ઉપરથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયેલ છે. તેમના સગા-સબંધી તથા મિત્રોના ઘરે તપાસ કરવા છતાં મળી આવેલ નથી. તેથીતેમના પતિ ક્રિષ્ના લાલનદેવી શાહનાઓએ સેલવાસ પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે. જેથી કોઈને પણ ગુમ થનાર આ મહિલાની ભાળ મળેતો સેલવાસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
