Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં અસહ્ય ઉકળાટ વચ્‍ચે ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયોઃ કમોસમી વરસાદથી કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ

ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ખેરગામ, ગણદેવી, ચીખલી તાલુકાઓમાં બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોના માથે આફત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.06: હવામાન વિભાગની આગાહી વચ્‍ચે નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી, ખેરગામ, બીલીમોરા પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્‍ચે સોમવારના રોજ બપોરના સમયે કાળા વાદળો છવાઈ જવા સાથે પવનના સુસુવાટા સાથઈ વરસાદનુંધીમીધારે આગમન થયું હતું અને અડધો કલાક સતત વરસાદને પગલે માર્ગો પરથી પાણી વહેતું થઈ ગયું હતું અને ભર ઉનાળે રીતસરનો ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી કેરી ચીકુ જેવા બાગાયતી પાકોમાં ફૂગ જન્‍ય રોગોનું પ્રમાણ વધવા સાથે નુકસાનની ભીતિ સેવાય રહી છે. કમોસમી વરસાદના કારણે ખેરગામ, ચીખલી, ગણદેવી, બીલીમોરા તાલુકાઓમાં બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોના માથે આફત આવી પડી છે. આ ઉપરાંત કમોસમી વરસાદથી અન્‍ય વ્‍યવસાયોને પણ અસર થવા પામી હતી. હોળીના પર્વ ટાણે વરસાદના આગમનથી વાતાવરણમાં એક સમયે ઠંડક પ્રસરી હતી.

Related posts

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓ રમતમાં ઝળકયા

vartmanpravah

75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવના પાંચમા વિલીનીકરણ દિવસ નિમિત્તે સંઘપ્રદેશના સર્વાંગી વિકાસનો સૂર્યોદયઃ નવી આશા-આકાંક્ષાનો જયઘોષ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

vartmanpravah

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment