Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

  • દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા ગોપાલ દાદાએ આપેલી માહિતીઃ આજથી મચ્‍છીમારીની નવી સિઝનનો પણ થનારો આરંભ 

  • આજે સમુદ્ર નારાયણ મંદિર ખાતે પણ થનારી અતિ ભવ્‍ય મહા આરતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા આવતી કાલ તા.11મી ઓગસ્‍ટના રોજ નાની દમણ જેટી ખાતે ભવ્‍ય નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ મનાવવામાં આવશે. દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ કાર્યક્રમની માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આવતી કાલે સાંજે 5:00 વાગ્‍યે નાની દમણ જેટી ખાતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબના સંયુક્‍ત પ્રયાસથી નારિયેળી પૂર્ણિમાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. જેમાં વર્ષોથી માછી સમાજની પરંપરા મુજબ સમાજના લોકો દ્વારા સમુદ્ર દેવની પૂજા-અર્ચના કરી નારિયેળ અર્પણ કરશે. નારિયેળી પૂર્ણિમાના દિવસથી મચ્‍છીમારી માટેની નવી મૌસમ પણ શરૂ થતી હોવાથી માછીમારો પોતાના વ્‍યવસાયમાં ઉન્નતિની કામનાની સાથે પ્રદેશ અને દેશની સુખ-શાંતિતથા ખુશાલીની પણ કામના કરશે.
દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલ દાદાએ જણાવ્‍યું હતું કે, નારિયેળી પૂર્ણિમાના કાર્યક્રમમાં સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતી પણ કરવામાં આવશે. જેમાં માછી સમાજના લોકોની સાથે અન્‍ય સમાજના આગેવાનો અને પ્રતિષ્‍ઠિત નાગરિકો પણ સામેલ થશે.

Related posts

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની મળેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકઃ વિકાસકામોના સોશિયલ ઓડિટ ઉપર જોર

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

Leave a Comment