April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

વલસાડ જિલ્લા ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓમાં ફરજ બજાવતી કર્મચારી બહેનોની પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ નહી આવતા આજે સોમવારે બહેનોએ રેલી યોજી હતી. સુત્રોચ્‍ચાર સાથે યોજાયેલ રેલી કલેક્‍ટર કચેરીએ પહોંચી હતી. આઈ.સી.ડી.એસ. ઓફીસરનેઆવેદનપત્ર સુપરત કર્યું હતું.
લાંબા સમયથી જિલ્લાની આંગણવાડીમાં ફરજ બજાવી રહેલી બહેનો તેમની માંગણી અંગે લડત ચલાવી રહી છે. કર્મચારી તરીકેનો દરજ્‍જો અને વેતન માટેની માંગણી અંગે બહેનો લડત ચલાવી રહી છે. પરંતુ ઉકેલ કે કોઈ સમાધાન સરકાર તરફથી નહી મળતા આજે સોમવારે વલસાડ જિલ્લા મજદુર સંઘની આગેવાની હેઠળ વલસાડમાં રેલી યોજી હતી. રેલીમાં સેંકડો બહેનો ઢોલ સાથે જોડાઈ હતી. જિલ્લા પંચાયત અને કલેક્‍ટર કચેરીએ પહોંચી આઈ.સી.ડી.એસ. ઓફીસરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. તેમજ જણાવ્‍યું હતું કે, અમારી માંગણીઓનો ઉકેલ નહી આવે તો અમારું આંદોલન આગામી સમયે પણ ચાલું રહેશે.
—–

Related posts

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ભર બપોરે ઉકળાટના માહોલ વચ્‍ચે વાદળોમાં છવાયો અંધારપટ્ટઃ કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ

vartmanpravah

લોકોમાં જાગેલી આશા અને આકાંક્ષા નવનિયુક્‍ત અધ્‍યક્ષ ચંચળબેન પટેલ દમણ જિલ્લા કોળી પટેલ સમાજને અસરકારક અને પ્રભાવશાળી નેતૃત્‍વ પુરૂં પાડશે

vartmanpravah

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.માં કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment