June 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં એસીબીની લગાતાર બીજી સફળ ટ્રેપ

ઉમરગામ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં ફરજ બજાવતા ઈલેક્‍ટ્રિક કોન્‍ટ્રકટર નાયબ કાર્યપાલક ઈજનેરના નામે માંગેલી રૂપિયા 12,300 ની રકમ સ્‍વીકારતા ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: તાજેતરમાં ઉમરગામ પોલીસ મથકના બે કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એન્‍ટીકરપ્‍શન બ્રાન્‍ચના હાથે ઝડપાયા બાદ આજરોજ વધુ એક સફળ ટ્રેપની ઘટના પ્રકાશમાં આવતા લાંચ્‍યા અધિકારીઓમાં ભય સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે. ઉમરગામ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં કોન્‍ટ્રાક્‍ટર તરીકે ફરજ બજાવતા દિનેશ ઉર્ફે દેવેન્‍દ્ર મનુભાઈ કરાંચી વાલાએ નાયબ કાર્યપાલક એન્‍જિનિયરના નામે રૂા.12,300 ની માંગેલી લાંચ લેતા એસીબીએ ગોઠવેલા છટકામાં ભેરવાય જવા પામ્‍યો હતો.
એસીબીની ટીમ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ એક ફરીયાદીએ તેઓનાં પ્‍લોટમાં બે વર્ષ માટે કામ ચલાવ વીજ મીટરનું કનેશન લેવાનું હતું. જે માટે તે DGVCLન્‍ની કચેરી, ઉમરગામ ખાતે ઓન લાઈન અરજી કરવા માટે ગયા હતાં. જ્‍યાં ઈલેક્‍ટ્રિક કોન્‍ટ્રકટર દિનેશભાઈ ઉર્ફે દેવેન્‍દ્ર મનુભાઈ કરાંચીવાલાએ તેઓની અરજી ઓન લાઈન કરવામાટે કાયદેસરનું કોટેશન/ફી રૂ.22,690/- ની થતી હોય, તે ફી તથા તે સિવાયના DGVCL ઉમરગામનાં નાયબ કાર્યપાલક ઈજનેરના નામે રૂ.12,300/- ની લાંચની માંગણી કરી હતી.
આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદ આધારે વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર અને ટ્રેપીંગ અધિકારી એસ. એન. ગોહિલે તેમજ એસીબી સુરતના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપર વિઝન હેઠળ સ્‍ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્‍યું હતું.
ઉમરગામમાં ગાંધીવાડી રોડ પર ડીજીવીસીએલ ઓફિસ નજીક જ પોતાની કવિતા ઈલેક્‍ટ્રીકની ઓફિસમાં લાંચીયા કોન્‍ટ્રકટરે ફરિયાદીને રૂપિયા લઈને બોલાવ્‍યો હતો. જ્‍યાં આયોજન મુજબ એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્‍યાન ફરિયાદીને આરોપી મળ્‍યો હતો. અને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 12,300 સ્‍વીકાર્યા હતાં. એસીબીની ટીમે આરોપીને સ્‍થળ પર જ ઝડપી પાડ્‍યો હતો. આ ઘટનાથી ઉમરગામ તાલુકાની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

Related posts

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

રાજ્‍યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્‍થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્‍મીય સંવાદ

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

દાનહઃ ફરી એક વખત રખોલી દમણગંગા નદીના પુલ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું દમણ કોસ્‍ટગાર્ડ ખાતે ભાજપના પદાધિકારી-ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment