ઔદ્યોગિક એકમોની આસપાસ સ્વચ્છતા રાખી કર્મચારીઓને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા કંપની માલિકોને આપવામાં આવેલી સમજણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08
દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ અને આટિયાવાડ ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતેઆટિયાવાડના ઔદ્યોગિક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલે પોતાના ઔદ્યોગિક એકમોની આસપાસ સ્વચ્છતા રાખી કર્મચારીઓને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા કંપનીઓના માલિકોને સમજણ આપી હતી. તેમણે ગ્રામજનોને પણ પોતાના વિસ્તારની સાફ-સફાઈ માટે પ્રેરિત કર્યા હતા.
પ્રદેશવાસીઓની જનભાગીદારીથી સ્વચ્છતા અભિયાને પકડેલા લોક આંદોલનના સ્વરૂપની પ્રશંસા કરતા ડીઆઈએ પ્રમુખ શ્રી પવન અગ્રવાલે પ્રદેશમાં સ્થાયી સ્વચ્છતા માટે જરૂરી તમામ માપદંડોનો ઉપયોગ કરવા પણ આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અમિત પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.