Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

  • મોટી દમણના લાઈટ હાઉસ બીચ નજીક એમ્‍ફીથિએટર ખાતે ઉપસ્‍થિત જનમેદનીએ મૌન પાળી સામાજિક સદ્‌ભાવ અને માનવ સશક્‍તિકરણની ભાવનાને ઔર મજબુત બનાવવા કરેલો સંકલ્‍પ

  • સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નવિનભાઈ પટેલ, નગરપાલિકા અધ્‍યક્ષ સોનલબેન પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, ઔદ્યોગિક આલમના પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ તથા આમ નાગરિકોની રહેલી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાન પર, ભારત આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી કરી રહ્યો છે. સાથે જ દેશના ભાગલાની પીડાને ભૂલવી મુશ્‍કેલ છે. દેશના વિભાજનની ભયાનકતાને યાદ કરવા માટે, વડાપ્‍રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 14 ઓગસ્‍ટને ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આજે દમણમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે એમ્‍ફીથિયેટર, ન્‍યુ લાઈટ હાઉસ પાસે સાંજે5 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ વિશે માહિતી આપતા પ્રદર્શનનું અનાવરણ કર્યું હતું. આ પછી કેટલાક કલાકારોએ દેશભક્‍તિના ગીતો ગાઈને મહેલને દેશભક્‍તિનો માહોલ બનાવ્‍યો હતો. આ ક્રમમાં બે મિનિટનું મૌન પાળીને સૌએ ભાગલા સમયે લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સૌએ એકસાથે રાષ્‍ટ્રગીત ગાયું હતું. ત્‍યાર બાદ એક મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, રાજ્‍યના અધિકારીઓ, તમામ સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. આ મૌન રેલી એમ્‍ફીથિયેટરથી કિલ્લાના મુખ્‍ય પ્રવેશદ્વાર સુધી સંપન્ન થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 1947માં વિભાજન દરમિયાન ભારતીયોની વેદનાઓ અને બલિદાનોની યાદ અપાવવા માટે 14મી ઓગસ્‍ટને વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સામાજિક વિભાજન, દુશ્‍મનાવટના ઝેરને દૂર કરવાનો અને એકતા, સામાજિકસમરસતા અને માનવ સશક્‍તિકરણની ભાવનાને વધુ મજબૂત કરવાની જરૂરિયાતની યાદ અપાવવાનો છે.
કાર્યક્રમનું સંચાલન આરોગ્‍ય વિભાગના એકાઉન્‍ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમારે ખુબ જ ઉત્‍કૃષ્‍ટ રીતે કર્યું હતું.

Related posts

વાપી કેબીએસ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટોઃ ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્‍યોઃ શિયાળામાં ચોમાસુ : ખેતીનો તૈયાર પાક બગાડયો : લગ્નસરાના મંડપો ભિંજાઈ ગયા

vartmanpravah

વાપી આનંદનગર-છરવાડા અંડરબ્રિજની ચાલતી કામગીરીને લઈ નિરંતર ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં જન જાતિય ગૌરવ દિવસને લઈ નિબંધ લેખન પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

વાપી કોચરવા ગામના સરપંચે મહિલાઓને ગાળો આપતા સરપંચ વિરૂધ્‍ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

vartmanpravah

Leave a Comment