સરપંચ ભરતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ ધોડીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનુંકરેલું ઉત્સાહવર્ધન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: નાની દમણના કચીગામ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે આજે આઝાદીના 75 વર્ષને વિદ્યાર્થીઓએ હારબંધ ગોઠવાઈને બનાવ્યા હતા. જે આબેહૂબ રીતે ફોટોગ્રાફીમાં પણ કંડારાઈ ચુક્યું છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટે કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ ધોડી, પ્રિન્સિપાલ, શિક્ષકો તથા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.