June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર થાર જીપ અને ટેમ્‍પો ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : વાહનો નુકશાનગ્રસ્‍ત થયા

થારના ચાલકે કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ ટેમ્‍પો ટ્રાવેલ્‍સને ભટકાવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી નેશનલ હાઈવે વૈશાલી ઓવરબ્રિજ પાસે રવિવારે થાર જીપ અને ટેમ્‍પો ટ્રાવેલ્‍સ બસ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ બન્નેવાહનો નુકશાનગ્રસ્‍ત થયા હતા. અકસ્‍માતને લઈ હાઈવે જામ થયો હતો.
વાપી હાઈવે વૈશાલી પુલ નજીક રવિવારે સાંજે થાર જીપ નં.જીજે 21 ડીએમ 5230ના ચાલકે અચાનક સ્‍ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ જતી ટેમ્‍પો ટ્રાવેલ્‍સ બસ નં.જીજે 21 ડબલ્‍યુ 3617 સાથે ધડાકાભેર અથડાવતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બન્ને વાહનો નુકશાનગ્રસ્‍ત થયા હતા. ઘટના સ્‍થળે પહોંચેલી પોલીસે ક્રેઈનની મદદથી વાહનો સાઈડીંગ કર્યા હતા. અકસ્‍માતમાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહોતી પરંતુ કલાકો સુધી હાઈવે જામ થયો હતો. પોલીસની દરમિયાનગીરી બાદ હાઈવે રાબેતા મુજબ કાર્યરત થયો હતો.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

Leave a Comment