October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.16
દર વર્ષની જેમ, દેશની નંબર 01 વાયર અને કેબલ ઉત્‍પાદક પોલીકેબ કંપનીએ તેના તમામ એકમોમાં ધ્‍વજ લહેરાવીને ખૂબ જ ધામધૂમથી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાનીના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ 76મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રમુખ શ્રી રમેશ કુંદનાનીએ સૌ પ્રથમ કંપનીમાં ઉપસ્‍થિત તમામ કર્મચારીઓ અને દેશવાસીઓને સ્‍વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં શ્રી કુંદનાનીના હસ્‍તે ધ્‍વજલહેરાવવામાં આવ્‍યો હતો. આ પછી રાષ્ટ્રગીતનું ગાવામાં આવ્‍યું હતું. જેમાં શ્રી કુંદનાનીએ પોતાના મધુર સ્‍વર સાથે ગાયું હતું, જેને સાંભળીને દરેક સ્‍ટાફ, કર્મચારીઓ દેશભક્‍તિમાં લીન થઈ ગયા હતા. આ પ્રસંગે વક્‍તવ્‍ય, દેશભક્‍તિના ગીતો, સુરક્ષા જવાનો દ્વારા પરેડ, ધ્‍વજ વંદન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. એચઆર ડેપ્‍યુટી મેનેજર શ્રી કુમુદ ઝા દ્વારા મેરે પ્‍યારે વતન, આયે મેરે બિચડે ચમન, તુઝપે દિલ કુરબાન…. સાંભળીને શ્રોતાઓ ભાવુક થઈ ગયા! અને સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો.
આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ‘હર ઘર ત્રિરંગા અભિયાન’ માટે હાકલ કરી હતી. તે અભિયાનને સફળ બનાવવા માટે પોલીકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાનીના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ 13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન પોલીકેબ કંપનીના તમામ એકમો ત્રિરંગાથી ઝળહળી ઉઠયા હતા.
આ પ્રસંગે પોલીકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાનીના ધર્મપત્‍ની શ્રીમતી સોના કુંદનાની, કંપનીના એસોસિએટ ઉપ પ્રમુખ શ્રી ગજાનન વારૂડકર, તાપસ પ્રામાણિક, એચઆર મેનેજર શ્રી કાર્તિક પટેલ,નયના દમણિયા, કુમુદ ઝા, પ્રમેન્‍દર સિંહ, જય શંકર તિવારી અને તમામ એકમોના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

વલસાડમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી મહેફીલમાં પોલીસે ભંગાણ પાડયું: ભાજપના નેતાઓ સહિત 15 ઝડપાયા

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

vartmanpravah

કપરાડા વિસ્‍તારના લોકોને ગેરમાર્ગે દોરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા બોગસ હોવાનો ખુલાસો થયો

vartmanpravah

Leave a Comment