October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

સદ્‌નસીબે મોટી દુર્ઘટના ટળી : મુસાફરોના જીવ પડીકે બંધાઈ ચૂક્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: નાસિકથી વલસાડ આવવા નિકળેલી એસ.ટી. બસને અકસ્‍માત નડયો હતો. નાસિક હાઈવે માંડવા અક્ષા હોટલ પાસે કપરાડા ઘાટ ઉતરતા બસની બ્રેક ફેઈલ થતા બસ ડીવાઈડર ઉપર ચઢી જઈ અટકી પડતા મોટી દુર્ઘટના ટળી હતી.
કપરાડા કુંભઘાટ અકસ્‍માત ઝોન બની ચુક્‍યો છે. જોખમી વળાંકો ધરાવતા આ ઘાટ ઉપર નિરંતર વાહનોના અકસ્‍માતો સર્જાતા રહે છે. આજે નાસિકથી વલસાડ આવી રહેલી બસ નં.જીજે 18 ઝેડ 6806 કુંભઘાટ ઉપર બ્રેક ફેઈલ થઈ જતા ચાલકે કાબુ ગુમાવ્‍યો હતો. બસ સદ્‌નસીબે રોડના ડિવાઈડર ઉપર ચઢી અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ડિવાઈડર ઉપર બસ અટકીના હોત તો પલટી મારી જાત અસ્‍માતમાં બસમાં બેઠેલા મુસાફરો બુમાબુમ કરી મુકી હતી. જો કે સલામત રીતે તમામ મુસાફરો બસની બહાર નિકળી આવતા શાંતિ અનુભવી હતી.

Related posts

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્‍માર રસ્‍તાનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

Leave a Comment