પારડી પરિયામાં રહેતો મોટોભાઈ સચીન રાત્રે બલીઠામાં આવી નાનાભાઈ શિલ્પેશ સાથે ઝઘડો કરી કોયતા-પાઈપથી જીવલેણ હુમલો કરી મારી નાખ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી બલીઠા નવાગામ ફળિયામાં શનિવારે મધરાતે પારડી પરિયાથી આવેલ મોટાભાઈએ નાનાભાઈને જગાડી કહ્યું કે, ચાલ આપણે મારવા જવાનું છે. નાનાભાઈએ ના પાડી, સવારે જઈશું કહ્યું તો મોટાભાઈએ ઝઘડો કરી નાનાભાઈને પાઈપ અને કોયતાથી જીવલેણ હુમલો કરી મોતને ઘાત ઉતારી દીધો હતો. બનાવને લઈ ગામમાં સનસનાટી મચી જવા પામી હતી.
લોહિયાળ ઘટનાની વિગતો મુજબ પારડી પરિયા પારસી ફળીયામાં રહેતો મોટોભાઈ સચીન રાજુભાઈ પટેલ શનિવારે મધરાતે રીક્ષા લઈને બલીઠા નવાગામ ફળીયામાં રહેતો નાનાભાઈ શિલ્પેશ રાજુભાઈ પટેલ (ઉ.વ.26)ના ઘરે આવીને જગાડયો હતો. ચાલ લાલુને મારવા જવાનું છે કહેલું પરંતુ શિલ્પેશએના પાડી હતી. સવારે જોઈ લઈશું તેથી સચિન(ઉ.વ.32) ઉશ્કેરાઈને ગુસ્સે થઈને નાનાભાઈ શિલ્પેશ ઉપર કોયતા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરીને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેમજ જાતે જ ટાઉન પોલીસને ફોન કરી જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી સચીનની ધરપકડ કરી લીધી હતી. બનાવ અંગે આરતીબેન શિલ્પેશભાઈ પટેલએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નાના બે-ત્રણ વર્ષના બાળકોનો બાપના અપમૃત્યુથી પરિવારનો માળો વિંખાઈ ગયો હતો.