April 28, 2024
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખ

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

  • હવે પછીના પાંચ વર્ષમાં મારી તમારી અને આપણાં સૌની કલ્‍પનામાં પણ નહીં હોય એ પ્રકારના વિકાસના કામો થવાનો ભરોસો

  • કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી દાનહ અને દમણ-દીવ માટે જે પક્ષની કેન્‍દ્ર સરકાર હોય તે પક્ષનો સાંસદ વિજયી બને તે ખુબ જરૂરી

દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે 2024ની લોકસભા ચૂંટણી ભાગ્‍ય ઉઘાડનારી અને રાષ્‍ટ્રીય તથા વિશ્વ સ્‍તરે પ્રદેશનો જયઘોષ કરનારી રહેનારી છે. કારણ કે, 2014થી 2024 સુધીના 10 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગૌરવ સાથે રાષ્‍ટ્રીય સ્‍તરે નોંધ લેવાઈ છે. હવે પછીના પાંચ વર્ષમાં મારી તમારી અને આપણાં સૌની કલ્‍પનામાં પણ નહીં હોય એ પ્રકારના વિકાસના કામો થવાના છે. કારણ કે, છેલ્લા પાંચ-સાત વર્ષમાં ટચૂકડાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે વન અને સમુદ્રના સમન્‍વયથી દરેક ક્ષેત્રેઆકાશને આંબતી પ્રગતિ કરી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે જે પક્ષની કેન્‍દ્રમાં સરકાર હોય તે પક્ષનો સાંસદ હોવો જરૂરી દેખાય છે. કારણ કે, રાજ્‍ય સરકારો ડબ્‍બલ એન્‍જિનથી પોતાના વિકાસને ગતિ આપી રહ્યા છે. ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે એકમાત્ર સાંસદ જ લોકસભામાં પ્રતિનિધિત્‍વ કરતો હોવાથી કેન્‍દ્રની સરકાર સાથે સરળતાથી તાલમેલ સંભવી શકે છે. જે ભૂતકાળના અનુભવો ઉપરથી પણ જોઈ શકાય છે.
હાલમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ જેમ કે, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા ગ્રામ પંચાયતોમાં એકહથ્‍થું ભાજપનું શાસન છે અને તે 2025 સુધી રહેવાનું છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાના પ્રતિનિધિઓના કેટલાક પ્રશ્નો હશે, પરંતુ આ ચૂંટણી બાદ તે સંપૂર્ણપણે ઉકેલાઈ જશે એવો આશાવાદ દેખાઈ રહ્યો છે. જો લોકસભાની ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બેઠક માટે કેન્‍દ્ર સરકારથી વિપરીત આવ્‍યું તો આ પ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ તથા જે તે વિસ્‍તાર માટે મનોમંથનનું બની રહેવાની પણ સંપૂર્ણ સંભાવના છે. કારણ કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ ક્ષેત્રે લગભગ દરેક મોરચે વિકાસ થયો છે. પરંતુકેટલાક સ્‍થાપિત હિતો ઈરાદાપૂર્વક પ્રદેશની શાંતિ અને સમૃદ્ધિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા તત્ત્વો પોતાનો ઉલ્લુ સીધો કરવા માટે અનેક પ્રકારના હથકંડા અપનાવી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી શકે છે, તેની સામે જાગૃત જનતાએ સાવધાન બની પ્રદેશના સર્વાંગી હિતને નજર સમક્ષ રાખી આવા તત્ત્વોને બેનકાબ કરવા આગળ આવવું પડશે.

સોમવારનું સત્‍ય

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એકમાત્ર ઉત્‍સુકતા છે કે, ભાજપ આ વખતે કોને ટિકિટ આપશે? દાદરા નગર હવેલીમાં ગત પેટા ચૂંટણીમાં પરાજીત ભાજપના ઉમેદવાર શ્રી મહેશ ગાવિત હમણાં ક્‍યાંય દેખાતા નથી, તેથી પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, શ્રી દિપકભાઈ પ્રધાન, શ્રી સની ભીમરા, શ્રીમતી નિશા ભવર વગેરેના નામો ચર્ચામાં છે. જે પૈકી શ્રી નટુભાઈ પટેલ અને શ્રી દિપકભાઈ પ્રધાન ધોડિયા જ્ઞાતિનું પ્રતિનિધિત્‍વ કરે છે. શ્રી સની ભીમરા અને શ્રીમતી નિશા ભવર વારલી જ્ઞાતિના છે. જેમાં શ્રી સની ભીમરાએ પોતાના લગ્ન કોંકણા જ્ઞાતિની કન્‍યા જોડે કરેલ હોવાથી અને શ્રી સની ભીમરાના સાસરા પક્ષની પણ લોકોમાં સારી છાપ અને પ્રભાવ હોવાનું જાણવા મળે છે. ત્‍યારે 1984માં શ્રી સીતારામ ગવળીના પ્રયોગ બાદ ફરી એક વખત વારલી કોંકણા સમીકરણ રંગ લાવી શકે એવી પણ ધારણાં પ્રગટ થઈ રહીછે.

Related posts

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ એક્‍શન મોડમાં: ભીમપોર ખાતે તળાવ અને ગૌશાળાનું સીઈઓની ઉપસ્‍થિતિમાં કરેલું નિરીક્ષણ

vartmanpravah

દિવાળી તહેવારના માહોલ ટાણે સેલવાસના બજારમાં વેચાતી મિઠાઈઓ સહિતની ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરવા કૌશિલ શાહની કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણાધિન રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારી-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

Leave a Comment