September 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

બાગાયત વિભાગની કચેરીએ 11 ગામોમાં 99 ખેડૂતોની વાડીમાં સર્વે કામગીરી પુરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લામાં ગયા સપ્તાહે કમોસમી વરસાદ થતા કરા પડયા હતા. તેથી કેરીના પાકને વ્‍યાપક નુકશાન થયું હતું. ખેડૂતો માટે કેરી એક માત્ર આવકનું સાધન હોવાથી હવામાનને કેરીના પાકને ભારે નુકશાન કર્યું હતું તેથી અસરગ્રસ્‍ત ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકશાનની માંગણી કરી હતી તેથી વલસાડ બાગાયતવિભાગ દ્વારા ધરમપુર-કપરાડા વિસ્‍તારની વાડીઓમાં સર્વે પુરો કરી રિપોર્ટ સરકારને મોકલી અપાયેલ છે તેથી ખેડૂતોને નુકશાન અંગે વળતર મળશે તેવા સંકેતો સાંપડયા છે.
ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં ગયા સપ્તાહે એકાએક હવામાન બદલાયું હતું. જેને લઈને કમોસમી વરસાદ અને કરા અનેક ગામોમાં પડયા હતા તેથી કેરીના પાકને વ્‍યાપક નુકશાન થયું હતું. તેથી ખેડૂતોએ વળતર અંગે સરકારમાં માંગણી કરી હતી તે મુજબ બાગાયત કચેરી વલસાડે ધરમપુરના 7 ગામ અને કપરાડાના પાંચ ગામ મળી કુલ 11 ગામોમાં 45 હેક્‍ટરની વાડીઓમાં સર્વે કામગીરી પુરી કરી છે. જેનો જરૂરી રિપોર્ટ સરકારમાં મોકલી અપાયેલ છે. તેથી આગામી સમયે કેરી પકવતા ખેડૂતોને વળતર મળે એવી શક્‍યતાઓ જણાઈ રહી છે. વલસાડ જિલ્લામાં હજારો ખેડૂતો માટે કેરી પાક એકમાત્ર આવકનું સાધન હોવાથી સરકારે આ બાબત પણ લક્ષમાં લઈ જરૂરી તજવીજ હાથ ધરી હતી.

Related posts

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

vartmanpravah

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્‍યાણ સમિતિ અને તેના સભ્‍યોએ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઅલ એસ્‍ટેટની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીના કિનારેથી નરોલી સ્‍મશાન ભૂમી તરફ જતો રસ્‍તો જર્જરિત

vartmanpravah

દાનહ ભાજપની જન આશીર્વાદ યાત્રાને મળેલું ભરપુર સમર્થનઃ પરિવારવાદના નેસ્‍તનાબૂદી માટે ઉભો થયેલો જનમત

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

Leave a Comment