Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, વાપી તથા મહારાષ્‍ટ્રના મુંબઈ સહિતના વિવિધ વિસ્‍તારોમાંથી યુવાનો, યુવતિઓ, મહિલાઓએ દાનહની વિવિધ હોટલો, ઢાબાઓ અને પાર્ટી પ્‍લોટોમાં મ્‍યુઝિકના તાલે ઝુમી નવા વર્ષની કરેલી વધામણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01 : દાદરા નગર હવેલીમાં 2023ના અંતિમ દિવસે અને 2024ના નવા વર્ષને વધાવવા માટે યુવાઓ ઉમટી પડયા હતા. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની તમામ હોટલો અને પાર્ટી પ્‍લોટો લોકોથી ભરાઈ ગયા હતા, જ્‍યાં ઢોલ, ડી.જે.ના તાલે જોરશોરથી ઝુમ્‍યા હતા અને વર્ષ 2024ના નવા વર્ષનું શાનદાર રીતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
વાપી, વલસાડ, સુરત, નવસારી, મુંબઈ સહિતના વિવિધ વિસ્‍તારોમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા હતા અને હોટલ, પાર્ટી પ્‍લોટ વગેરે સ્‍થળોએ સિંગરના સૂર તાલે ઝૂમી ઉઠયા હતા. દરમિયાન પ્રદેશમાં કોઈ અનિચ્‍છનીય બનાવ નહીં બને તે હેતુથી દાદરા નગર હવેલી પોલીસે પણ ચાંપતો બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો. પોલીસકર્મીઓએ સઘનતાથી ગુજરાત અને મહારાષ્‍ટ્ર તરફથી આવતા અને જતા વાહનોનું ચેકિંગ અભિયાન ચલાવ્‍યું હતું. જેમાં ડ્રન્‍ક એન્‍ડ ડ્રાઈવ કરતા હોય તેવા લોકોને પકડી પાડવા પોલીસે મશીનનો ઉપયોગ કર્યો હતો અને ચાલકોના મોંમાં મશીન નાંખી ચકાસણી કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કેટલાય લોકો દંડાયા હતા.

Related posts

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

vartmanpravah

સેલવાસ સ્‍કૂલમાં ઘૃણાસ્‍પદ ઘટેલી સામુહિક બળાત્‍કારના વિરોધમાં વલસાડ એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment