October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવે પોલીસે 2023માં વાપી સ્‍ટેશનથી રૂા.2.01 લાખના દારૂ સાથે કુલ 107 આરોપી ઝડપ્‍યા

વધુ ચાર બિલીમોરાની મહિલા બુટલેગર દારૂના જથ્‍થા સાથે ઝડપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ગુજરાતમાં દારૂની હેરાફેરી રોડ-હાઈવેથી થાય છે તેટલી રેલવેમાં થઈ રહી છે. રેલવે પોલીસ અવાર નવારદારૂના મહિલા અને પુરુષ બુટલેગરોને ઝડપતી રહી છે. ગત વાપી સ્‍ટેશનથી બિલીમોરાની 4 મહિલાઓ દારૂના જથ્‍થા સાથે રેલવે પોલીસે ઝડપી પાડી હતી.
સન 2023માં 28મી ઓક્‍ટોબર સુધીમાં રેલવે ડબ્‍બાઓમાંથી દારૂની હેરાફેરી કરતા કુલ 107 પ્રોહીબિશનના આરોપી રૂા.2.01 લાખના દારૂના જથ્‍થા સાથે રેલવે પોલીસે ઝડપી પાડયા છે. ગતરોજ વાપી સ્‍ટેશનથી પોલીસે મીરાબેન શશીકાંત પટેલ, પન્નાબેન છનાભાઈ પટેલ, સુજાતાબેન કિશોરભાઈ દેવીપૂજક અને શીતલબેન જીતુભાઈ દેવીપૂજક નામની ચાર મહિલાઓ પાસેથી 96 બોટલ કી.4320નો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો હતો. તમામ મહિલાઓ બિલીમોરાના જુદાજુદા વિસ્‍તારમાં રહે છે. રેલવે પોલીસે તમામ ચાર મહિલાઓને ઝડપી લઈ વધુ તપાસ માટે જી.આર.પી.ને સુપરત કરી હતી. ટૂંકમાં રેલવેમાં પણ દારૂની તસ્‍કરી ચાલી રહી છે તેવું જણાઈ રહ્યું છે.

Related posts

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉદવાડા અનાવિલ વાડી ખાતે કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah

આજે ભીમપોરથી દમણ જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

vartmanpravah

Leave a Comment